Not Set/ કચ્છ/બહારથી મંગાવ્યું હતું ફુડ, ફુડ પોઈઝનીંગથી 2 બાળકોનાં મોત, માતા-પિતા ગંભીર

શું તમે પણ બહારથી ભોજન મંગાવવાનાં શોખીન છો કે, પછી આજે મુડ નથી કે સમય નથી ચોલો બહારથી જ જમવાનું મંગાવી લઇએ તેવા આગ્રહી છો. આમ પણ આજકાલ લોકોને સ્વાદનાં ચસ્કાની સાથે સાથે ઓનલાઇન ફુડ ઓડર કરી મંગાવવાનો પણ ચસ્કો ચડ્યો છે. આવુ છે તો તો ચેતીજજો !! કારણ કે આવી જ કોઇ ટેવને કારણે […]

Top Stories Gujarat Others

શું તમે પણ બહારથી ભોજન મંગાવવાનાં શોખીન છો કે, પછી આજે મુડ નથી કે સમય નથી ચોલો બહારથી જ જમવાનું મંગાવી લઇએ તેવા આગ્રહી છો. આમ પણ આજકાલ લોકોને સ્વાદનાં ચસ્કાની સાથે સાથે ઓનલાઇન ફુડ ઓડર કરી મંગાવવાનો પણ ચસ્કો ચડ્યો છે. આવુ છે તો તો ચેતીજજો !! કારણ કે આવી જ કોઇ ટેવને કારણે બે લોકોનાં મોત નિપજ્યા છે અને બે લોકો ગંભીર હોવાથી હોસ્પિટલની પથારીમાં છે. જી હા કચ્છનાં ભુજમાંથી આ ઘટના પ્રકાશમાં આવી છે.

કચ્છમાં ફૂડપોઇઝનીંગની અસરથી બેના મોત થયા છે. જ્યારે અન્ય બે લોકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. ભુજનાં રઘુવંશી નગરમાં રહેતા એક પરિવાર ગુરૂવારે રાત્રે બહારથી ભોજન મંગાવ્યું હતુ. જે આરોગ્યા બાદ તબિયત બગડતા ફૂડ પોઇઝનિંગ થઇ ગયું હોવાનું સામે આવ્યું હતું.

પરિવારનાં ચાર સભ્યો માત-પિતા અને તેના બે બાળકો(એક પુત્ર અને એક પુત્રી)એ બહારથી મંગાવેલું ફૂડ આરોગતા અને ફુડનાં કારણે ફુડ પોઇઝનિંગથી એક કિશોરી(પુત્રી) અને બાળક(પુત્ર)નું મોત નિપજ્યુ છે. જ્યારે તેના માતા-પિતાની હાલત ગંભીર હોવાથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જો કે આ ઘટનાને પગલે પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ હાથ ધરાઇ છે.

https://www.youtube.com/watch?v=mYm2SCGAAKg

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.