DevBhumi Dwarka News : દૂરંદેશી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી અભિયાન તેમજ વોકલ ફોર લોકલ તથા મહિલા સશક્તિકરણને સંકલ્પને ચરિતાર્થ કરવા દેવભૂમિ દ્વારકા (Dwarka)જિલ્લાના દ્વારકા ખાતે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાના વરદહસ્તે ત્રિ – દિવસીય તા.21 થી 23ડિસેમ્બર સુધી યોજાનાર “સશક્ત નારી મેળા“નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
દ્વારકા(Dwarka)માંસશક્ત નારી મેળાઓનું ગૌરવભેર આયોજન
દ્વારકા (Dwarka)ખાતે આયોજિત “આત્મનિર્ભર ભારત: સ્વદેશી અપનાવો” અભિયાન અંતર્ગત ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લી.(જિલ્લા ગ્રામ વિકાસ) દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના “સશક્ત નારી મેળા”ને નારી સશક્તિકરણનું ઉત્તમ પ્લેટફોર્મ ગણાવતા વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ કહ્યું હતું કે, મહિલા સશક્તિકરણ, આત્મનિર્ભરતા અને સર્વાંગી વિકાસના ત્રિવેણી સંગમ એટલે આજનો સશક્ત નારી મેળો. પરમાત્માએ મહિલાઓને અદમ્ય સર્જનશક્તિ પ્રદાન કરી છે. મહિલાઓમાં રહેલી સર્જનશક્તિ અને હુન્નરને સમાજ સમક્ષ લાવવાનું ભગીરથ કાર્ય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે. વડાપ્રધાનના દિશાદર્શનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે મહિલાઓની કળાને ઉજાગર કરવા માટે સશક્ત નારી મેળાઓનું ગૌરવભેર આયોજન કર્યું છે.

વધુમાં મંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વદેશી તથા આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આજના ટેક્નોલોજીના યુગમાં મહિલાઓ માત્ર ઘર સુધી સીમિત નથી દેશના સીમાડાની સુરક્ષા હોય કે વિશ્વ ફલક પર વિવિધ ક્ષેત્રો હોય મહિલાઓ પોતાની મહેનતથી નારી સશક્તિકરણની શક્તિથી સૌને પરિચિત કર્યા છે. પોતાનામાં રહેલી કળા જોરે આજની નારી આર્થિક સશક્તિકરણનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે.
વધુમાં મંત્રીએ જણાવ્યું કે, કહેવાય છે ને કે ભારતનું હાર્દ ગામડાઓમાં વસે છે. ગામડાઓમાં રહેલી મહિલાઓ જે પહેલા રોજગારી માટે પ્રયત્ન કરતી હતી એ સખીમંડળો દ્વારા અન્યોને મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવી રહી છે. આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા કહે છે કે, આપણે મહિલાઓને આત્મનિર્ભર બનાવી આર્થિક રીતે મજબૂત પણ બનાવી છે. મહિલાઓના મક્કમ નિર્ણયો અને દ્રઢ સંકલ્પને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનું કાર્ય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે.
વધુમાં મંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન સ્વદેશી વસ્તુઓનો મહત્તમ ઉપયોગ થકી નારી સશક્તિકરણ સંકલ્પના સાકાર થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સશક્ત નારી મેળાઓનું સુંદર આયોજન હાથ ધર્યું છે. મારો સૌ મહિલાઓને અનુરોધ છે કે, તમારી કળાને વિશ્વ ફલક ઉજાગર કરવા ટેક્નોલોજીના માધ્યમનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. તેમજ આપણે સૌ પણ સ્વદેશી વસ્તુઓના ઉપયોગને વધુમાં વધુ પ્રોત્સાહન આપી વિકસિત ભારત ૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા અમૂલ્ય યોગદાન આપવું જોઈએ.

આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ રિદ્ધિબા જાડેજાએ જણાવ્યું કે, સશક્ત નારી મેળો એ સશક્ત થઈ રહેલી દેવભૂમિ દ્વારકા (Dwarka) જિલ્લાની નારીઓનું પ્રતિક છે. મહિલાઓ સખીમંડળ દ્વારા વસ્તુઓ તૈયાર કરીને વેચાણ કરી આત્મનિર્ભર બની રહી છે. સરકારના પ્રયાસો થકી તેમને યોગ્ય પેલ્ટફોર્મ પૂરું પાડીને તેમજ સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભોથી પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. વધુમાં તેમણે સ્ટોલધારક બહેનો અને સન્માનિત થનાર વિશેષ સિદ્ધિ મેળવનાર જિલ્લાની મહિલાઓને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી.
આ તકે(Dwarka)જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ સરકાર દ્વારા નારી સશક્તિકરણ અને આત્મનિર્ભરતા માટે સખીમંડળોને અપાતી સહાય અને પ્રોત્સાહનને બિરદાવીને જણાવ્યું હતું કે, સશક્ત નારી મેળો એ મહિલાઓની કલા અને હુન્નરને અન્ય સમક્ષ પ્રદર્શિત કરવાનો યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડે છે. જેના પરિણામે મહિલાઓને આર્થિક રીતે ગૌરવભેર પગભર થવાની તક મળી છે જેના પરિણામે મહિલાઓ પણ સશક્ત બની રહી છે.

મંત્રી અર્જુન મોઢવાડીયા સહિતના મહાનુભાવોએ હસ્તકલા સહિત અન્ય ઉત્પાદિત વસ્તુઓના સ્ટોલની મુલાકાત લઈ સ્ટોલધારકોને પ્રોત્સાહિત કર્યા હતા.સશક્ત નારી મેળામાં મહિલા ઉદ્યોગ સાહસિકો, સ્વસહાય જૂથો, મહિલા ખેડૂતો અને સહકારી સંસ્થાઓના સ્વદેશી ઉત્પાદનોનું પ્રદર્શન સહ વેચાણ, હેન્ડેક્રાફ્ટ્સ, હેન્ડ પેઇન્ટિંગ, મડ વર્ક સહિતના 50 જેટલા સ્ટોલ ઉપલખ્ધ છે. જે દ્વારકા(Dwarka)ના નગરજનો તેમજ પ્રવાસીઓ માટે સ્વદેશી વસ્તુઓથી ઉત્પાદિત વસ્તુઓની સીધી ખરીદી કરી શકશે.

ઉપરાંત, મહિલા સાહસિકો, લખપતિ દીદી, ડ્રોન દીદી, આરોગ્ય સહિતના ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એચ.પી.જોશી તેમજ આભારવિધિ દ્વારકા (Dwarka) તાલુકા વિકાસ અધિકારી રાણા ઓડેદરા દ્વારા કરવામાં આવી હતી.
જિલ્લા કક્ષાના ત્રિ દિવસીય “સશક્ત નારી મેળા” માં જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર, દ્વારકા(Dwarka) નગરપાલિકા પ્રમુખ કોમલબેન ડાભી, પ્રાંત અધિકારી અમોલ આવતે, અગ્રણી સર્વે પી.એસ.જાડેજા, લુણાભા સુમણીયા, ખેરાજભા કેર, જે.કે.હાથિયા, આવડાભાઈ ઓડેદરા સહિત અધિકારીઓ, કર્મચારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો:ગુજરાતમાં 11 થી 23 ડિસેમ્બરે રાજ્યવ્યાપી સશક્ત નારી મેળા, પાલનપુરથી થશે ભવ્ય શરૂઆત
આ પણ વાંચો: છોટાઉદેપુરના ‘હાફેશ્વર’ ગામને કેન્દ્રના પર્યટન મંત્રાલય દ્વારા હેરીટેજ કેટેગરીમાં ‘શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધા-૨૦૨૪’નો એવોર્ડ અપાયો
આ પણ વાંચો: ગામડાંની મહિલાઓ બની આત્મનિર્ભર, લીંબોળી એકત્ર કરી સખીમંડળની બહેનોએ કરી કરોડોની કમાણી
