Gondal News : સૌરાષ્ટ્રનું સૌથી મોટુ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડમાં કોઈ ખેડુત દ્વારા દેશમાં પ્રતિબંધિત ચાઇનાનાં લસણનાં 30 જેટલા કટ્ટા ઘુસી જતા દોડધામ મચી જવા પામી છે. મહત્વનું એ છે કે ચાઇના નું લસણ ગોંડલ યાર્ડમાં કેવી રીતે પહોંચ્યું તે સૌથી મોટો પ્રશ્ન છે. ગોંડલ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં આ લસણ ચાઇનાથી આવ્યું હોય તેવું લાગી રહ્યું છે અને આ અંગે તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે.
તેમજ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીને પણ ધ્યાન દોરવામાં આવ્યું છે અને સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવશે અને કેન્દ્ર સરકારને પણ આ અંગે રજૂઆત કરવામાં આવશે.ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બે હજાર કટ્ટાની આવકનાં જથ્થામાં ચાઇનાનાં લસણનાં 30 કટ્ટા યાર્ડનાં કર્મચારીઓને નજરે પડતા તુરંત યાર્ડનાં ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. દરમિયાન યાર્ડનાં વેપારીઓને દેશમાં જેના પર પ્રતિબંધ મુકાયો છે તે ચાઈનાનુ લસણ યાર્ડ માં ઘુસ્યાની જાણ થતા તેમણે પણ સતાધીશોને રજુઆત કરી હતી.
આ પણ વાંચો: ગુજરાતના તમામ ક્લિનિકલ મેડિકલ એસ્ટાબ્લિશમેન્ટ્સની નોંધણી હવે ફરજિયાત
આ પણ વાંચો: સતત બીજા દિવસે વધુ એક મુન્નાભાઈ એમબીબીએસની ધરપકડ, ટ્રસ્ટના નામે ચલાવતો હતો ક્લિનિક
