Rajkot News : જ્ઞાનપ્રકાશ સ્વામીની એક ટીપ્પણીથી વિવાદ સર્જાયો છે. આ ટીપ્પણીને કારણે રાજકોટના સાંસદ પરશોતમ રૂપાલા લાલઘૂમ થયા હતા. તેમણે જ્ઞાનપ્રકાશ સ્વામીનો ઉધડો લેતા જણાવ્યું હતું કે, આવા સ્વામીઓ વિરુદ્ધ નક્કર કાર્યવાહી જરૂરી છે. પરશોતમ રૂપાલાએ વધુમાં જણાવ્યું હતું કે, જે-તે સંપ્રદાયો અને અનુયાયીઓએ આવા સ્વામીઓ સામે કાર્યવાહી કરવી જોઈએ. આવા નિવેદનોથી સંપ્રદાયોએ કિનારો કરવો જોઈએ. જલારામ બાપાનું વીરપુર ધામ વિશ્વનું શ્રદ્ધાનું કેન્દ્ર છે. આવા સંત સામે બોલતા પહેલા તેમણે અરીસામાં જોવું જોઈએ. સ્વામીની કોઈ હેસિયત નથી જલારામ બાપા વિશે બોલવાની.
પરશોતમ રૂપાલા, સાંસદએ કહ્યું કે, “આવા સ્વામીઓ વિરુદ્ધ નક્કર કાર્યવાહી જરૂરી છે. જે-તે સંપ્રદાયો અને અનુયાયીઓએ આવા સ્વામીઓ સામે કાર્યવાહી કરવી જોઈએ. આવા નિવેદનોથી સંપ્રદાયોએ કિનારો કરવો જોઈએ. જલારામ બાપાનું વીરપુર ધામ વિશ્વનું શ્રદ્ધાનું કેન્દ્ર છે. આવા સંત સામે બોલતા પહેલા તેમણે અરીસામાં જોવું જોઈએ. સ્વામીની કોઈ હેસિયત નથી જલારામ બાપા વિશે બોલવાની.”
વધુમાં, સુરતના અમરોલીના જ્ઞાનપ્રકાશ સ્વામીએ વીરપુરના જલારામ બાપા વિશે વિવાદિત નિવેદન આપ્યું છે. જ્ઞાન પ્રકાશ સ્વામીએ પોતાના અધુરા જ્ઞાનના દર્શન કરાવતા કહ્યુ કે વીરપુરમાં ચાલતુ સદાવ્રત અન્નક્ષેત્ર ગુણાતીત સ્વામીના આશીર્વાદથી ચાલી રહ્યું છે. જલારામ બાપાએ ગુણાતીત સ્વામી પાસે સદાવ્રત ચાલે તે માટે આશીર્વાદ માંગ્યા હતા. ત્યારે સ્વામીએ આશીર્વાદ આપ્યા હોવાથી આજે સદાવ્રત અન્નક્ષેત્ર ચાલી રહ્યુ છે. જો કે, બાદમાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માંગી હતી. પરંતુ તેમના નિવેદનથી થયેલો વિવાદ શાંત નથી પડ્યો.
જ્ઞાન પ્રકાશની ટિપ્પણીથી લોહાણા સમાજમાં ભયંકર રોષ જોવા મળ્યો છે. રઘુવંશી સમાજનીએ એક જ માંગ છે કે, જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર આવે. જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર આવી માફી માગે. આ વધ વચ્ચે સ્વામી જ્ઞાનપ્રકાશના નિવેદન મુદ્દે નવો વળાંક સામે આવ્યો.
આ પણ વાંચો:સુરતના રીંગ રોડ વિસ્તારમાં ટેક્સટાઇલ માર્કેટમાં લાગી ભયાનક આગ
આ પણ વાંચો:સુરતમાં શિવ શક્તિ ટેક્સ્ટાઈલ માર્કેટમાં લાગેલી આગમાં મૃતક ભુલાયા
આ પણ વાંચો:સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ હજુ બેકાબૂ
