Mehsana news/ મહેસાણામાં વધુ એક યુવક લૂંટેરી દુલ્હનની માયાજાળમાં ફસાયો

લગ્નનો ભરોસો આપી 6 લાખ રૂપિયા લઈ લૂંટેરી દુલ્હન ફરાર

Top Stories Gujarat Breaking News

Mehsana News : મહેસાણામાં વધુ એક શખ્સ લૂંટેરી દુલ્હનની માયાજાળમાં ફસાયો છે. જેમાંલગ્નની લાલચમાં મહેસાણાના યુવકને 6 લાખનો ચૂનો લાગ્યો છે. આ બનાવમાં માનવ આશ્રમ વિસ્તારનો 35 વર્ષીય યુવક લગ્નની લાલચમાં છેતરાયો હતો. જીવનસાથી એપ મારફતે મુંબઈની યુવતી સાથે યુવકનો સંપર્ક થયો હતો. વાતચીત થયા બાદ યુવતી મહેસાણા યુવકના ઘેર પણ આવી હતી. જોકે યુવતીએ પોતાના લગ્ન અન્ય જગ્યાએ કરવાના હોવાની વાત કરી હતી. પરંતુ થોડા દિવસ બાદ યુવતીએ પોતાના છૂટાછેડા થઈ ગયા હોવાનું જણાવ્યું હતુ.

બાદમાં યુવક સાથે લગ્ન કરવા તૈયાર હોવાનો યુવતીએ મેસેજ કર્યો હતો. દરમિયાન રૂપિયાની જરૂર હોવાનું કહી યુવક પાસે 5 લાખની માંગણી કરી હતી. જેને પગલે લાલચમાં આવેલ યુવકે તેની માતાના ખાતામાંથી 2 લાખ મોકલ્યા હતા. બે લાખ આપ્યા બાદ યુવતી ફરી એકવાર મહેસાણા આવી હતી. જેમાં યુવકને વાતોમાં ફસાવી ખરીદીના નામે રૂ. 4 લાખ રોકડા લઈ ગઈ હતી. ત્યારબાદ યુવકે પોતાના લગ્નની તારીખ 23 માર્ચ આવી હોવાનું કહ્યું હતું.

બીજીતરફ લગ્ન તારીખની વાત કરતા જ યુવતીએ લોન ભરવા વધુ 5 લાખની માંગણી કરી હતી.યુવકે બીજા રૂપિયા ન હોવાનું કહેતા જ યુવતીએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આખરે પોતે છેતરાયો હોવાની જાણ થતા યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં મુંબઈમાં રહેતી ધારા ભરતભાઈ વોરા નામની યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

જેમાં લગ્નની લાલચ આપી લગ્ન ન કરી 6 લાખની છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ હતી. એ-ડિવિઝન પોલીસે મહારાષ્ટ્રની યુવતી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહેસાણાથી મુંબઇ હવાઈ સેવા શરૂ કરવા રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકની વિશેષ માંગ

આ પણ વાંચો:મહેસાણામાં એજન્ટોએ યુવાનને વિદેશ મોકલ્યા બાદ પરિવારને આપી મોતની ધમકી! પિતાએ કર્યો આપઘાત

આ પણ વાંચો:મહેસાણામાં બનાવટી પનીર અને તેલનો જથ્થો ઝડપાયો