Mehsana News : મહેસાણાના ઉચરપી નજીક એક ટ્રેઈની વિમાન તૂટી પડતા મહિલા પાયલટ ઘયલ થઈ હતી. સારવાર અર્થે તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બ્લૂ રે નામની પ્રાઇવેટ એવિએશન કંપનીનું ટ્રેનિંગ વિમાન ખેતરમાં ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં વિમાનમાં સવાર મહિલા ટ્રેઈની પાઈલટ ઘાયલ થઈ હતી.બ્લૂ રે એવિએશન કંપની દ્વારા પાઈલટ માટે ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી. ટ્રેનિંગ દરમિયાન વિમાન અચાનક ખેતરમાં ક્રેશ થયું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં.
ઘાયલ મહિલા પાઈલટને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.બેભાન ટ્રેઈની મહિલા પાઈલટની તસવીર સામે આવી મહેસાણાના એરોડ્રોમ સ્થિત પાઈલટ ટ્રેનિંગ સેન્ટરથી ઉડાન ભરેલું ટ્રેનિંગ વિમાન ઉચરપી ગામના એરંડાના ખેતરમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં ટ્રેઈની પાઈલટ અલેખ્યા ઈજાગ્રસ્ત થઈ છે. તેને તાત્કાલિક મહેસાણાની વાઇબ્રન્ટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ત્યારે તેની બેભાન અવસ્થાની દુર્ઘટના સ્થળ પરની તસવીર સામે આવી છે.
સ્થાનિકો દોડી ગયા વિમાન પડતાં ખેતરમાંથી અવાજને કારણે આસપાસનાં ગામના લોકો ચોંકી ગયા અને તરત જ ઘટનાસ્થળે દોડી ગયા. લોકોમાં આ ઘટના અંગે ભારે ચકચાર જોવા મળી રહી છે. પ્લેન ક્રેશ થઈને ખેતરમાં પડ્યું હોવાથી લોકોએ તેમના મોબાઈલમાં એને કેદ કર્યું હતું. જ્યારે ઘટનાની ચર્ચા કરતાં નજરે ચડ્યા હતા.અકસ્માતનું કારણ અકબંધ આ દુર્ઘટનાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. સ્થાનિક તંત્ર અને એવિએશન વિભાગ દ્વારા અકસ્માતના કારણની તપાસ શરૂ કરવામાં આવી છે.
અગાઉના બનાવો ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં આ પહેલાં પણ વિમાન અકસ્માતના બનાવો નોંધાયા છે, જેનાથી બ્લૂ રે એવિએશન કંપનીના ટ્રેનિંગ પ્રોગ્રામ્સ પર પ્રશ્નો ઊભા થયા છે.સ્થાનિક તંત્રની કાર્યવાહી સ્થાનિક તંત્ર દ્વારા ઘટનાસ્થળની તપાસ કરવામાં આવી રહી છે અને આ દુર્ઘટનાને લઈને તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યાં છે. આ દુર્ઘટનાએ પાઈલટ ટ્રેનિંગના સુરક્ષા માપદંડો પર પ્રશ્નાર્થ ઊભા કર્યા છે. આ ઘટનાની સંપૂર્ણ તપાસ બાદ જ આ દુર્ઘટનાનું સાચું કારણ બહાર આવશે.
આ પણ વાંચો:મહેસાણાથી મુંબઇ હવાઈ સેવા શરૂ કરવા રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકની વિશેષ માંગ
આ પણ વાંચો:મહેસાણામાં એજન્ટોએ યુવાનને વિદેશ મોકલ્યા બાદ પરિવારને આપી મોતની ધમકી! પિતાએ કર્યો આપઘાત