Surat News/ સુરતનાં નાગરિકની અંતિયાત્રામાં સુરત રડ્યું, હર્ષ સંઘવી, સી આર પાટીલ પણ જોડાયા

મોટા વરાછાના કસ્તુરી બંગલોથી કઠોર-અબ્રામા સ્મશાન ગૃહમાં અંતિમવિધિ કરાશે.

Top Stories Gujarat Surat

Surat News: જમ્મુ કાશ્મીર (Jammu & Kashmir)નાં અનંતનાગ (Anantnag) જિલ્લાના પહેલગામ (Pahalgam) ખાતે જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના બે સ્વર્ગસ્થ નાગરિકોના મૃતદેહ વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર લવાયા હતા. સુરત (Surat)નાં શૈલેષ કથળીયાનો મૃતદેહ આજે વતન પહોંચ્યો છે, મૃતકના પત્ની, બંને બાળકો પણ સુરત આવ્યા છે. આજે સવારે 8 કલાકે મૃતકની અંતિમયાત્રા નીકળી હતી.

મૃતક શૈલેશ કળથિયાના પુત્રએ આતંકવાદી હુમલાનું વર્ણન કરતા કહ્યું કે, કાશ્મીર સરસ છે, અમે ઘોડા પર જઈ રહ્યાં હતા ત્યારે અચાનક આતંકવાદીઓ આવી ગયા. અમે ડરીને સંતાઈ ગયા હતા. પણ તેમણે અમને શોધી લીધા અને હિંદુ-મુસ્લિમો જે છે તે બધા અલગ થઈ જાઓ. અમને બધાને કલમા પઢવાનું કહ્યું હતું. જેને કલમા પઢતા ન આવડી તેને ગોળી મારી દીધી. અમને બધાને ઘોડા પર બેસાડી નીચે આવવાનું કહ્યું હતું. મારી મમ્પી પપ્પાને દૂર કરવા માગતી નહોતી. અમને પરાણે બહેન સાથે નીચે આવવું પડ્યું. ગોળીબાર વખતે આર્મી હતી જ નહીં.

સુરત એરપોર્ટ (Surat Airport) પર કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, મંત્રીઓ, ધારાસભ્યો, કલેકટર, CP પણ ઉપસ્થિત રહ્યાં હતા. તમામ નેતાઓએ મૃતકને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી શબવાહીની મારફતે મૃતદેહ સ્મિમેર હોસ્પિટલ પહોંચાડ્યો હતો. મૃતદેહને સ્મિમેર હોસ્પિટલના કોલ્ડસ્ટોરેજમાં રખાયો હતો. આજે સવારે 8 કલાકે મૃતકની અંતિમયાત્રા નીકળશે. મોટા વરાછાના કસ્તુરી બંગલોથી કઠોર-અબ્રામા સ્મશાન ગૃહમાં અંતિમવિધિ કરાશે.

ભાવનગર (Bhavnagar)ના બે સ્વર્ગસ્થ નાગરિકોના મૃતદેહ વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર લવાયા હતા. અમદાવાદ એરપોર્ટ પર આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રોટોકોલ મંત્રી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મંત્રી  મુકેશ પટેલે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પિતા-પુત્રની અંતિમવિધિમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજરી આપશે.

અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવેલા ભાવનગરના બે મૃતકોના મૃતદેહને હર્ષ સંઘવી અને ઋષિકેશ પટેલે શ્રદ્ધાસુમન પાઠવ્યા

આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે કહ્યું કે, જમ્મુ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાના ભોગ બનેલા ત્રણ ગુજરાતી પ્રવાસીઓના મૃતદેહને આજે શ્રીનગરથી વિમાન માર્ગે ગુજરાત પરત લાવવા માટેની તમામ વ્યવસ્થા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સતત દિશાનિર્દેશનમાં રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા કરવામાં આવી છે. ભાવનગરના બે મૃતકોને અમદાવાદ સુધી હવાઈ માર્ગે અને ત્યાંથી પાઈલોટિંગ સાથે ભાવનગર સુધી લઈ જવાયા છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ ભાવનગર પહોંચીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપશે, એવું તેમણે ઉમેર્યું હતું.

એરપોર્ટ પર પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, અમદાવાદ પૂર્વ સાંસદ  હસમુખભાઈ પટેલ, પશ્ચિમ સાંસદ  દિનેશભાઈ મકવાણા તેમજ અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિકે પણ ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પહલગામમાં આતંકવાદી હુમલા બાદ પીએમ મોદીએ અમિત શાહ સાથે કરી વાત,

આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર હુમલો, આતંકવાદીઓએ કર્યો ગોળીબાર : એકનું મોત

આ પણ વાંચો:જમ્મુમાં ફસાયેલા વડોદરાનાં 19 લોકોને પાછા લાવવા સાંસદને કરાઈ રજુઆત