National News/ JPSC પરીક્ષા મામલે હેમંત સોરેન સરકાર મુશ્કેલીમાં; વિદ્યાર્થીઓની CM સાથે ખુલ્લી ચર્ચાની માંગ

ઝારખંડમાં 14મી JPSC પરીક્ષાની (Jharkhand JPSC Exam) ગરબડોને લઈને વિદ્યાર્થીઓનું આંદોલન તેજ થયું છે. સીઆઈડીએ 5 આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે સરકાર પર દબાણ વધ્યું છે. જાણો વિગત.

Top Stories NATIONAL India
Jharkhand JPSC Exam

Jharkhand JPSC Exam Protest & CID Action News:  ઝારખંડ લોક સેવા આયોગ (JPSC)ની 14મી સંયુક્ત સિવિલ સેવા પ્રારંભિક પરીક્ષામાં કથિત ગેરરીતિઓના આરોપોને લઈને વિદ્યાર્થીઓનું આંદોલન દિવસેને દિવસે ઉગ્ર બનતું જઈ રહ્યું છે. સતત વિરોધ પ્રદર્શન વચ્ચે હેમંત સોરેન સરકાર દબાણમાં જોવા મળી રહી છે. સરકારે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવા માટે ચાર મંત્રીઓનું પ્રતિનિધિમંડળ બનાવ્યું છે, પરંતુ વિદ્યાર્થીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ માત્ર મુખ્યમંત્રી હેમંત સોરેન સાથે જ ખુલ્લા મંચ પર વાતચીત કરશે.

ચાર મંત્રીઓનું પ્રતિનિધિમંડળ કરશે ચર્ચા

સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, ચાર મંત્રીઓનું પ્રતિનિધિમંડળ વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવા માટે ધરણા સ્થળે પહોંચી શકે છે. જો ત્યાં ચર્ચા શક્ય નહીં બને તો જાહેર સ્થળે વિદ્યાર્થી પ્રતિનિધિઓને બોલાવીને બેઠક યોજવાની પણ તૈયારી છે.

પરિણામ રદ કરવાની સંભાવના

વિદ્યાર્થીઓના વધતા વિરોધને ધ્યાનમાં રાખીને સરકાર JPSC પ્રિલિમ્સનું પરિણામ રદ કરવાની સંભાવના પર પણ ગંભીરતાથી વિચાર કરી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. સરકારના સ્તરે આ મુદ્દે સતત ચર્ચા ચાલી રહી છે અને ટૂંક સમયમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી શકે છે.

વિદ્યાર્થીઓની સ્પષ્ટ માંગ

વિદ્યાર્થીઓએ સરકારને જણાવ્યું છે કે તેઓ બંધ રૂમમાં ચર્ચા કરવા તૈયાર નથી. તેમની માંગ છે કે મુખ્યમંત્રી હેમંત સોરેન ખુદ ખુલ્લા મંચ પર મીડિયા સમક્ષ તેમની સાથે વાતચીત કરે. ઉપરાંત, ચર્ચા દરમિયાન ઓછામાં ઓછા બે મીડિયા પ્રતિનિધિઓની હાજરી રહે અને સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે જાહેર કરવામાં આવે.

એક વિદ્યાર્થીએ જણાવ્યું કે અગાઉ પણ કેટલાક આંદોલનો દરમિયાન વિદ્યાર્થીઓને બંધ રૂમમાં ચર્ચા માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેનો કોઈ હકારાત્મક પરિણામ આવ્યો નહોતો. તેથી આ વખતે તેઓ માત્ર જાહેર ચર્ચા માટે જ તૈયાર છે.

CIDની મોટી કાર્યવાહી, પાંચ આરોપીઓ ઝડપાયા

બીજી તરફ JPSC પરીક્ષામાં કથિત ગેરરીતિની તપાસ કરી રહેલી ઝારખંડ CIDએ (Jharkhand JPSC Exam)મોટી કાર્યવાહી કરતાં પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.

Jharkhand JPSC Exam ગેરરીતિમાં પકડાયેલા આરોપીઓમાં:

ઉમાકાંત ઉરાંવ

રોશન કેરકેટ્ટા

મનોજ કુમાર

રક્ષક સિંહ

ધર્મેન્દ્ર કુમાર

CIDના જણાવ્યા મુજબ ઉમાકાંત ઉરાંવ પર પરીક્ષામાં ગેરરીતિ કરીને પાસ થવાનો અને અન્ય ઉમેદવારોને પણ મદદ કરવાનો આરોપ છે. જ્યારે રોશન કેરકેટ્ટા અને મનોજ કુમાર પર પણ ગેરકાયદેસર રીતે પરીક્ષા પાસ કરવાનો આરોપ મૂકાયો છે.

લખનૌના રહેવાસી રક્ષક સિંહ પરીક્ષા આયોજક કંપની TDPLમાં એકાઉન્ટન્ટ તરીકે કાર્યરત હતો. તપાસ એજન્સીનો(Jharkhand JPSC Exam) આરોપ છે કે તેણે પણ પરીક્ષામાં ગેરરીતિ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. CID હાલ તમામ આરોપીઓની પૂછપરછ કરીને સમગ્ર નેટવર્કની તપાસ કરી રહી છે.

આંદોલન યથાવત્ રહેશે

વિદ્યાર્થીઓએ સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં સુધી તેમની તમામ માંગણીઓ પર સરકાર કોઈ નક્કર નિર્ણય નહીં લે, ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે. બીજી તરફ સરકાર ચર્ચા દ્વારા ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહી છે. હવે સૌની નજર સરકાર અને વિદ્યાર્થી પ્રતિનિધિઓ વચ્ચે થનારી બેઠક તેમજ JPSC પરીક્ષાના(Jharkhand JPSC Exam) પરિણામ અંગે સરકાર શું નિર્ણય લે છે તેના પર છે.


આ પણ વાંચો : ઝારખંડમાં ટ્રક અને વાહન વચ્ચે ભયાનક અકસ્માત; સંગીત કાર્યક્રમથી પરત ફરતા 7 કલાકારોના મોત

આ પણ વાંચો :ઝારખંડમાં વીજળી પડવાની ઘટનાઓમાં વધારો 24 કલાકમાં 7 લોકોના મોત, મહિલાઓ અને બાળક પણ શામેલ

આ પણ વાંચો : ઝારખંડ અને રાજસ્થાનમાં ટ્રેલરે સર્જી તબાહી, બે માસૂમ બાળકીઓ સહિત 5 ના કમકમાટીભર્યા મોત