Ahmedabad News/ અમદાવાદમાં પાલતુ શ્વાનને લઈ નવા નિયમો, પાલન નહીં કરો તો ગટર-પાણીનાં કનેક્શન કપાશે

કમિટીના આ નિર્ણયથી પેટ ડોગ માલિકો રજીસ્ટ્રેશન અંગે ગંભીરતાથી વિચારવા મજબૂર બનશે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદ (Ahmedabad)માં શ્વાને બાળકીને ફાડી ખાધા બાદ વિરોધને પગલે અમદાવાદ શહેર સ્ટેન્ડિંગ કમિટી (Standing committee)એ પેટ ડોગ (Pet dog) માટે નવા નિયમો બનાવ્યા છે, જો તેનો કડકાઈથી અમલ નહીં થાય તો પાણી અને ગટરનાં કનેક્શન કાપી નાખવામાં આવશે.

હાથીજણમાં શ્વાને 4 મહિનાની બાળકીને ફાડી ખાધા બાદ રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ હતી અને નિયમો અંગે અમલવારીને લઈ બેઠક થઈ હતી, બાદમાં અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટીએ પાલતુ શ્વાનને લઈ જરૂરી નિયમો બનાવ્યા છે. માહિતી અનુસાર પાલતુ શ્વાનની 31 મે પહેલા ફરજીયાત નોંધણી કરાવવી. જો નિર્ધારિત તારીખ સુધી રજીસ્ટ્રેશન કરાવવામાં નહીં આવે તો સખ્ત કાર્યવાહી કરાશે. ઘરોના ગટર અને પાણીનાં કનેક્શન કાપી નાખવામાં આવશે.

રજીસ્ટ્રેશન નહીં કરાયેલા શ્વાનને આશ્રય ગૃહમાં રાખવામાં આવશે. કમિટીના આ નિર્ણયથી પેટ ડોગ (Pet dog) માલિકો રજીસ્ટ્રેશન અંગે ગંભીરતાથી વિચારવા મજબૂર બનશે. જો પેટ ડોગ માલિકો નિયમનું ઉલ્લંઘન કરશે તો કાર્યવાહી કરવામાં આવશે. AMC આ નિયમનું ઉલ્લંઘન કરનારા પાલતુ કૂતરા માલિકો સામે કડક કાર્યવાહી કરશે. આ નિયમનો મુખ્ય હેતુ શહેરમાં પાલતુ કૂતરાઓની ગણતરી રાખવાનો, તેમના સ્વાસ્થ્યની સ્થિતિ પર નજર રાખવાનો અને રખડતા કૂતરાઓની સમસ્યાને નિયંત્રિત કરવામાં મદદ કરવાનો છે. નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ દંડથી બચવા માટે સમયસર તેમના પાલતુ કૂતરાઓની નોંધણી કરાવે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રખડતા શ્વાને નવજાત શિશુને ફાડી ખાધુ, બાળકના વાલીની તપાસ શરૂ

આ પણ વાંચો:ઘરમાં રાખેલ નોટોનું બંડલ ચાવી ગયો શ્વાન, માલિકે જે કર્યુ…ચકિત થઈ જશો

આ પણ વાંચો:ગુજરાતનું પ્રથમ ડોગ સ્મશાન અમદાવાદમાં! હવે સન્માન સાથે થશે શ્વાનનાં અગ્નિસંસ્કાર