Not Set/ ચંન્દ્રગ્રહણની કઇ રાશિ પર કેવી અસર કરશે,જાણો

અમદાવાદ જાણીતા જ્યોતિષવિદો માને છે કે બુધવારે સાજે શરૂ થઇ રહેલું ચંન્દ્રગ્રહણ રાશિઓ પર સારી અને અવળી અસર કરશે.મંતવ્ય ન્યુઝે જ્યોતિષવદોના ઓપીનીયન લઇને ચંન્દ્રગ્રહણની રાશિઓ પર પડનારી અસર વિશે જાણ્યું હતું  ચંદ્રગ્રહણ સાંજે  5:15 શરૂ થશે અને 6:59 સુધી ચાલુ રહેશે. ચંન્દ્રગ્રહણની સંપુર્ણ અસર  રાત્રે 8:41 પૂર્ણ થશે. આ ચંદ્રગ્રહણની અસર 10 દિવસ સુધી જોવા મળે છે. ચંદ્રગ્રહણથી બચવા માટે ગ્રહણના સમયે જમવું […]

Top Stories

અમદાવાદ

જાણીતા જ્યોતિષવિદો માને છે કે બુધવારે સાજે શરૂ થઇ રહેલું ચંન્દ્રગ્રહણ રાશિઓ પર સારી અને અવળી અસર કરશે.મંતવ્ય ન્યુઝે જ્યોતિષવદોના ઓપીનીયન લઇને ચંન્દ્રગ્રહણની રાશિઓ પર પડનારી અસર વિશે જાણ્યું હતું  ચંદ્રગ્રહણ સાંજે  5:15 શરૂ થશે અને 6:59 સુધી ચાલુ રહેશે. ચંન્દ્રગ્રહણની સંપુર્ણ અસર  રાત્રે 8:41 પૂર્ણ થશે. આ ચંદ્રગ્રહણની અસર 10 દિવસ સુધી જોવા મળે છે. ચંદ્રગ્રહણથી બચવા માટે ગ્રહણના સમયે જમવું નહિ અને સાથે સાથે ભગવાનના નામના જપ કરવા.

આ રાશિ પર સારી અસર જોવા મળશે.

મેષ,વૃષભ,કન્યા અને ધન રાશી પર ચંદ્રગ્રહણની શુભ અસર જોવા મળશે.

સિંહ,વૃશ્ર્ચિક,મકર,મીન રાશી ચંદ્ર ગ્રહણની મિશ્ર ફળદાઇ અસર જોવા મળશે.

આ રાશિઓ પર અશુભ અસર રહેશે

મિથુન,કર્ક,તુલા અને કુંભ રાશી પર અશુભ અસર જોવા મળશે.

ચંન્દ્રગ્રહણની કઇ રાશિ પર કેવી અસર પડશે તે જાણો,

મેષ:  આ રાશિના જાતકો માટે ચંદ્રગ્રહણથી મિત્ર તરફથી લાભની સાથે સાથે નુકસાન પણ થઇ શકે છે.

વૃષભ: આ રાશિના જાતકો માટે ચંદ્રગ્રહણથી પ્રગતિ સાથે સાથે ધરેલા કર્યો પુરા કરી શકશે. અગવથી કરેલા આયોજન માં સફળતા મળશે.

 મિથુન: આ રાશિના જાતકો માટે ચંદ્રગ્રહણથી ચિંતાજનક છે. શારીરિક અને  માનસિક ચિંતામાં પ્રસાર થશે.

કર્ક: આ રાશિના જાતકો માટે ચંદ્રગ્રહણથી આરોગ્ય બગડી શકે છે. સાથે અકસ્માત થવાની સંભાવના પણ છે.

સિંહ: આ રાશિના જાતકો માટે ચંદ્રગ્રહણથી આવકની અંદર ઘટાડો થઇ શકે છે.

કન્યા: આ રાશિના જાતકો માટે ચંદ્રગ્રહણથી આર્થિક લાભ થવાની શક્યતા છે.

તુલા: આ રાશિના જાતકો માટે ચંદ્રગ્રહણથી લાભ લાભની દ્રષ્ટિ જોવ મળે છે.ભાગવાની પૂજા કરી મંત્ર જાપ કરવા.

વૃશ્ચિક: આ રાશિના જાતકો માટે ચંદ્રગ્રહણથી કારણ વગરની ચિતા ઉભી થઇ શકે છે.

ધન: આ રાશિના જાતકો માટે ચંદ્રગ્રહણથી પ્રગતિનો માર્ગ જોવા મળશે. સાથે લાભ પણ થશે.

મકર: આ રાશિના જાતકો માટે ચંદ્રગ્રહણથી લાભની સાથે નુકસાન પણ થઇ સકે છે.હનુમાન ચાલીસના પાઠ કરવા

કુંભ: આ રાશિના જાતકો માટે ચંદ્રગ્રહણથી શરૂઆતના ૨ દિવસ નુકશાન થઇ શકે છે,પરંતું ત્યાર બાદ લાભ જોવા મળી શકે છે.

મીન: આ રાશિના જાતકો માટે ચંદ્રગ્રહણથી ધરેલા  કાર્યોમાં લાભ થઇ શકે છે.