રાજસ્થાન રોયલ્સ (RR) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં રવિવારે (10 એપ્રિલ) સાંજે બન્ને ટીમ વચ્ચે મુકાબલો હતો. આ મેચમાં રાજસ્થાન રોયલ્સની ટીમ પ્રથમ બેટિંગ કરી રહી છે,બન્ને ટીમો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે, પરંતુ આ દરમિયાન કોમેન્ટ્રી દરમિયાન કંઈક એવું બન્યું જેણે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઈ. ભારતના દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે કોમેન્ટ્રી કરતી વખતે બ્રિટિશ કોમેન્ટેટર સામે કોહિનૂરનો મુદ્દો ઉઠાવ્યો હતો.
સુનીલ ગાવસ્કરે સાથી કોમેન્ટેટર એલેન વિલ્કિન્સને કહ્યું કે જો બ્રિટિશ સરકારમાં તેમની પાસે કોઈ જુગાડ હોય તો શું અમારો કોહિનૂર પાછો આવી શકે છે. જે બાદ બંને હસી પડ્યા હતા.
#SunnyGavaskar demands the Kohinoor 😂 pic.twitter.com/TyE95ZqNFT
— Mohit Dinodia (@MohitDinodia) April 10, 2022
વાસ્તવમાં જ્યારે રાજસ્થાન રોયલ્સની ટીમ બેટિંગ કરી રહી હતી ત્યારે સ્ક્રીન પર મુંબઈમાં મરીન ડ્રાઈવનો નજારો દેખાતો હતો. મરીન ડ્રાઈવને ક્વીન્સ નેકલેસ પણ કહેવામાં આવે છે, કારણ કે રાત્રે જે રીતે ત્યાં લાઈટો પ્રગટાવવામાં આવે છે અને તે હીરાની જેમ ચમકે છે.
જ્યારે સ્ક્રીન પર આ બતાવવામાં આવ્યું ત્યારે સુનીલ ગાવસ્કરે કહ્યું, ‘જુઓ, રાણીનો નેકલેસ વિલ્કિન્સ. અમે હજુ પણ કોહિનૂર હીરાની રાહ જોઈ રહ્યા છીએ.’ જેના પર એલને કહ્યું કે હું માત્ર વિચારી રહ્યો હતો અને આ વાત આવી હતી ત્યારે સુનીલ ગાવસ્કરે એલેન વિલ્કિન્સને કહ્યું કે જો તમારી પાસે બ્રિટિશ સરકારમાં કોઈ જુગાડ હોય તો તેમને કહો કે અમારો કોહિનૂર હીરો અમને પરત કરી દે.
ઉલ્લેખનીય છે કે એલન વિલ્કિન્સની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ સ્પોર્ટ્સ કોમેન્ટેટર્સમાં છે, તે સતત આઈપીએલમાં ભાગ લે છે અને અન્ય મોટી ઈવેન્ટ્સમાં પણ જોવા મળે છે. એલન વિલ્કિન્સ બ્રિટિશ નાગરિક છે અને તેણે 100 થી વધુ ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે.
