Not Set/ પાછા મિત્રો થઇ ગયા,શિવસેના-ભાજપ ભેગા મળીને લડશે લોકસભાની ચૂંટણી

  મુંબઇ છેલ્લાં ઘણાં સમયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર સતત પ્રહારો કરી રહેલ શિવસેનાએ અચાનક પોતાનું વલણ બદલ્યું છે.ભાજપ અને શિવસેના વચ્ચે લોકસભા ચૂંટણીમાં ગઠબંધનની સહમતી બની ગઈ છે. શિવસેના અને ભાજપ વચ્ચે લોકસભાની ચૂંટણીમાં થનારા જોડાણ અંગે જાહેરાત થઇ શકે છે. શિવસેના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે આ જાહેરાત કરતાં કહ્યું કે, […]

Top Stories India

 

મુંબઇ

છેલ્લાં ઘણાં સમયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર સતત પ્રહારો કરી રહેલ શિવસેનાએ અચાનક પોતાનું વલણ બદલ્યું છે.ભાજપ અને શિવસેના વચ્ચે લોકસભા ચૂંટણીમાં ગઠબંધનની સહમતી બની ગઈ છે. શિવસેના અને ભાજપ વચ્ચે લોકસભાની ચૂંટણીમાં થનારા જોડાણ અંગે જાહેરાત થઇ શકે છે.

શિવસેના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે આ જાહેરાત કરતાં કહ્યું કે, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરશે. રાજ્યની 48 લોકસભા સીટોમાંથી ભાજપ 25 અને શિવસેના 23 સીટ પર ચૂંટણી લડશે.

2014માં લોકસભા ચૂંટણી બંને પક્ષોએ સામે લડી હતી. પરંતુ તે જ વર્ષે થયેલી વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાએ ભાજપ સાથે છેડો ફાડી નાંખ્યો હતો અને ચૂંટણી પરિણામ પછી પણ મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટરના પદને લઇને વિવાદ રહ્યો હતો.વિધાનસભામાં 73 સીટ મેળવનારી શિવસેનાએ ચીફ મિનિસ્ટર પદ માંગ્યું હતું.જો કે 65 સીટો મેળવનારી ભાજપે પોતાનો હાથ ઉપર રાખીને દેવેન્દ્ર ફડનવીસને મુખ્યમંત્રી બનાવ્યા હતા.

જોકે એ પછી છેલ્લાં પાંચ વર્ષમાં બંને પાર્ટી વચ્ચેના સંબંધો ખૂબ તણાવભર્યા રહ્યા હતાશિવસેનાએ નોટબંધીથી લઇને ખેડુતોના સવાલો પર મોદી સરકાર પર ઘણાં પ્રહારો કર્યા હતા.

મહારાષ્ટ્રની હાલની લોકસભાની સ્થિતિ

 

પાર્ટી                    સીટ

ભાજપ                  23

શિવસેના               18

એનસીપી               4

કોંગ્રેસ                   2

અન્ય                    1

કુલ                      48