ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ શરુ, બજેટ સત્ર પૂર્વે સરકારનું વિવિધ સ્તરે બેઠકોનું આયોજન કરવામા આવી રહ્યું છે. આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજવામા આવી રહી છે, તો સાથે સાથે સાંજ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકની બેઠકનું પણ આયોજન કરવામા આવ્યું છે.
સીએમની અધ્યક્ષતામાં મળી રહેલી કેબિનેટની બેઠકમાં બજેટ સત્ર પહેલાની તૈયારીઓને આખરી ઓપ આપવામા આવશે.તો સાથે સાથે સુરતમાં શાળા પાસે લાગેલ આગની પણ ચર્ચા કરવામા આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. રાજ્યસભાની ચૂંટણી અંગે ફણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે. કેબિનેટ બેઠકમાં આજે ચોમાસામાં સંભવિત વરસાદ અને વાવેતર મુદ્દે, ચોમાસામાં આરોગ્ય વિભાગના એક્સશન પ્લાન, જૂનાગઢ મનપાની ચૂંટણીમાં વ્યવસ્થાનો મુદ્દો, ડેમની સપાટી વધારવા અંગે વિચારણા જેવા વિવિધ મુુદ્દા પર ચર્ચા હાથ ધરવામા આવશે.

કેબિનેટ બેઠક બાદ સાંજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં જ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પણ યોજવામા આવી છે. પાર્લામેન્ટરી બોર્ડની બેઠક સાંજે 6 વાગ્યે મળશે. બેઠક સીએમ રૂપાણીના નિવાસ સ્થાને મળી રહી છે. બેઠકમાં પ્રદેશ ભાજપના હોદ્દેદારો હાજર રહેશે. બેઠકમાં જુનાગઢ મનપાની ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા યોજાશે. તો સાથે સાથે બેઠકમાં રાજ્યસભાની ચૂંટણી અંગે ચર્ચા કરવામા આવશે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
