sports news/ IND vs ENG : શુભમન ગિલની બીજી ઈનિંગમાં પણ સદી, સુનીલ ગાવસ્કરનો 54 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો

શુભમન ગિલ હવે ભારત તરફથી ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો

Sports

Sports News : ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં શુભમન ગિલના બેટથી ફરી રનનો વરસાદ વરસ્યો હતો. જેમાં કેપ્ટન શુભમન ગિલે બીજી ઈનિંગમાં સદી ફટકારી હતી. સાથે સાથે સુનિલ ગાવસ્કરનો 54 વર્ષ જૂનો કેકોર્ડ પણ તૂટી ગયો હતો. બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર ઇંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલે બેટિંગથી શાનદાર પ્રદર્શન કર્યું છે. શુભમન ગિલે ભારતની પહેલી ઇનિંગમાં શાનદાર 269 રન બનાવ્યા હતા. હવે શુભમને ભારતીય ટીમની બીજી ઇનિંગમાં પણ સદી ફટકારી છે. શુભમન ગિલ ટેસ્ટ મેચમાં સદી અને બેવડી સદી બંને ફટકારનાર બીજા ભારતીય છે. શુભમન પહેલા ફક્ત સુનીલ ગાવસ્કર જ આ કરી શક્યા હતા.

શુભમન ગિલ હવે ભારત તરફથી ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. શુભમને સુનીલ ગાવસ્કરનો 54 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ગાવસ્કરે એપ્રિલ 1971માં વેસ્ટ ઈન્ડિઝ સામે પોર્ટ ઓફ સ્પેન ટેસ્ટ મેચમાં કુલ 344 રન (124 અને 220) બનાવ્યા હતા.

ભારત તરફથી એક ટેસ્ટમાં સૌથી વધુ રન
૩૬૯* – શુભમન ગિલ વિરુદ્ધ ઈંગ્લેન્ડ, એજબેસ્ટન, ૨૦૨૫
૩૪૪ – સુનિલ ગાવસ્કર વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, પોર્ટ ઓફ સ્પેન, ૧૯૭૧
૩૪૦ – વીવીએસ લક્ષ્મણ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, કોલકાતા, ૨૦૦૧
૩૩૦ – સૌરવ ગાંગુલી વિરુદ્ધ પાકિસ્તાન, બેંગલુરુ, ૨૦૦૭
૩૧૯ – વીરેન્દ્ર સેહવાગ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, ચેન્નાઈ, ૨૦૦૮
૩૦૯ – વીરેન્દ્ર સેહવાગ વિરુદ્ધ પાકિસ્તાન, મુલતાન, ૨૦૦૪

શુભમન ગિલ એશિયાની બહાર ટેસ્ટ મેચમાં 350 થી વધુ રન બનાવનાર બીજા એશિયન બેટ્સમેન છે. તેમના પહેલા, હનીફ મોહમ્મદે 1958 માં વેસ્ટ ઈન્ડિઝ સામે બ્રિજટાઉન ટેસ્ટમાં કુલ 354 રન બનાવ્યા હતા.શુભમન ગિલ સેના (દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા) દેશોમાં ટેસ્ટ મેચમાં 300 થી વધુ રન બનાવનાર ત્રીજો એશિયન બેટ્સમેન છે. તેમના પહેલા રાહુલ દ્રવિડ (305) અને સચિન તેંડુલકરે (301) 2003-04 માં અનુક્રમે એડિલેડ અને સિડનીમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન આ કર્યું હતું.

શુભમન ગિલ એક ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય કેપ્ટન પણ છે. શુભમન ગિલે આ બાબતમાં વિરાટ કોહલીને પાછળ છોડી દીધો હતો. કોહલીએ 2017 માં શ્રીલંકા સામે દિલ્હી ટેસ્ટમાં કુલ 293 રન બનાવ્યા હતા.

ટેસ્ટની બંને ઇનિંગ્સમાં સદી ફટકારનારા ભારતીય કેપ્ટન

સુનિલ ગાવસ્કર વિ વેસ્ટ ઇન્ડીઝ, કોલકાતા, ૧૯૭૮
વિરાટ કોહલી વિ ઓસ્ટ્રેલિયા, એડિલેડ, ૨૦૧૪
શુભમન ગિલ વિ ઇંગ્લેન્ડ, એજબેસ્ટન, ૨૦૨૫

શુભમન ગિલ પ્રથમ બે ટેસ્ટ મેચમાં ત્રણ સદી ફટકારનાર બીજા કેપ્ટન છે. શુભમન પહેલા ફક્ત વિરાટ કોહલી જ આ કરી શક્યો હતો. વિજય હજારે, જેકી મેકગ્લુ, ગ્રેગ ચેપલ, સુનીલ ગાવસ્કર, એલિસ્ટર કૂક, સ્ટીવન સ્મિથ અને ધનંજય ડી સિલ્વાએ કેપ્ટન તરીકે પ્રથમ બે ટેસ્ટ મેચમાં બે-બે સદી ફટકારી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: શું ટીમ ઈન્ડિયા આજે ફરી કરશે બાઉન્સ બેક? બુમરાહ પર મોટી જવાબદારી છે, સિરાજ-કૃષ્ણને પણ સાથે રમવું પડશે

આ પણ વાંચો:  ડ્રેસિંગ રૂમમાં ઋષભ પંત સામે કેએલ રાહુલે જોડ્યા હાથ,BCCIનો આ વીડિયો ખૂબ વાયરલ થયો

આ પણ વાંચો: એન્ડરસન-તેંડુલકર ટ્રોફી વિવાદ પર સચિન તેંડુલકરે મૌન તોડ્યું: ‘મેં પટૌડી પરિવારને કહ્યું હતું કે હું મારાથી બનતું બધું કરીશ…’