Surat News/ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને ચોમાસામાં ઉદ્દભવતી પૂરની પરિસ્થિતિને નિવારવાના આયોજન અંગે બેઠક મળી

ચોમાસા દરમિયાન સુરત શહેરની મીઠીખાડીમાં આવતા પૂર નિવારવા મંથન

Gujarat Surat

Surat News :  સુરત શહેરને ચોમાસા દરિમયાન આવતા ખાડીપૂરમાંથી મુકત બનાવવા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન, પર્યાવરણ, પાણી પૂરવઠા રાજ્ય મંત્રીમુકેશભાઈ પટેલ, આદિજાતિ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિ સહિત સાંસદઓ, ધારાસભ્યો, ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં સરકીટ હાઉસ ખાતે બેઠક મળી હતી. આ બેઠકમાં સુરત શહેરની ખાડીમાં આગળથી આવતા વરસાદી પાણીના કારણે પૂરની પરિસ્થિત ન ઉદ્દભવે તે માટે ચર્ચા-વિચારણા, મંથન કરવામાં આવ્યુ હતું.

નર્મદા, જળસંપત્તિ અને કલ્પસર વિભાગ અને સુરત મનપા દ્વારા ખાડીપૂર પ્રભાવિત વિસ્તારોનો પાવરપોઈન્ટ પ્રેઝેન્ટેશન દ્વારા ચિતાર આપવામાં આવ્યો હતો.બેઠકમાં ભવિષ્યને ધ્યાને રાખીને લાંબાગાળાનું માઈક્રોપ્લાનિંગ કરવા અધિકારીઓને સૂચનાઓ આપી ટુંકાગાળામાં પૂરની પરિસ્થિતિને કેવી રીતે નિવારી શકાય તે માટે પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જેના માટે કલેકટરના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગો, મહાનગરપાલિકાને સાથે રાખીને હાઈપાવર કમિટીની તાકીદે રચના કરવા જળશક્તિ મંત્રીએ જણાવ્યું હતું.

બારડોલી તાલુકાના હરિપુરા ખાતે ઉદ્દભવતી ભામૈયા કડોદરા ખાડી અને શાામપુરા ખાતેથી ઉદ્દભવતી દેલાડ જોખા કોસમાડી ખાડીના પાણી સુરત શહેરમાં આવે છે. આ ખાડીઓની ક્ષમતા ઓછી થવાના કારણે, ડ્રેનેજની જગ્યામાં બાંધકામ થવાથી, વિવિધ સોસાયટીઓની કમ્પાઉન્ડ વોલ કે પાણીના વહેણ અવરોધવાના કારણે પાણીનો ભરાવો થાય છે. જેના ઉકેલ માટે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. આ ખાડીઓના પાણી ડાયવર્ટ કરી, તાપીમાં લઈ જવા ઉપરાંત ખાડીઓના પટ વિસ્તારમાં આવતા તળાવો ઉંડા કરવા સહિતની બાબતોને ધ્યાને લઈને સર્વે, આયોજન અંગે પદાધિકારી-અધિકારીઓની સાથે મંત્રીએ ચર્ચા કરી હતી.

કેન્દ્રીય મંત્રીએ જ્યાં ખાડીની પહોળાઈ ઓછી થઈ હોય, ઉપરાંત સર્વે કરી સિંચાઈ અને ડ્રેનેજ વિભાગ, મીઠી ખાડી અને કાકરા ખાડીનું ડીસિલ્ટીગ કરવા જણાવી, ખાડીને અડીને આવેલા હયાત બાંધકામોનો સર્વે કરાવી, વરસાદી પાણીના નિકાલ માટે નડતરરૂપ બાંધકામો દૂર કરવા મહાનગરપાલિકાને સૂચના આપી હતી, ઉપરાંત ભવિષ્યમાં પૂરની સ્થિતિ ન સર્જાય તે માટે નક્કર આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
સુરત શહેરમાં મેટ્રો પ્રોજેકટી કામગીરી ચાલી રહી છે, જેના કારણે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે અને ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યાઓ ઉભી થઈ હતી.

જળશક્તિ મંત્રીએ મેટ્રોના અધિકારીઓને લોકોને મુશ્કેલી ન પડે તે માટે મહાનગરપાલિકાની મંજૂરી મેળવી કામો શરૂ કરવા તેમજ કામની ઝડપ વધારવા, કામ શરૂ થવાના ત્રણ-ચાર દિવસ પહેલા જ બેરીકેટીંગ કરવા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત, નવા બાંધકામો મંજૂર કરવામાં આવતા હોય, ત્યારે એસટીપી પ્લાનની જોગવાઈ કરવા બાબતે પણ બેઠકમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. રેલવેના અધિકારીને ખાડી પર આવેલા રેલવે બ્રિજ નં-૪૪૦ અને ૪૪૨ પાસે ડ્રેજિંગ કરવા તેમજ સિંચાઈ વિભાગને ખાડીના કિનારે આવેલા ઝીંગાના તળાવો તાત્કાલિક દૂર કરવા કેન્દ્રીય મંત્રીએ તાકીદ કરી હતી. બેઠકમાં સાંસદ સર્વ મુકેશભાઈ દલાલ, પ્રભુભાઈ વસાવા, કલેકટર ડો.સૌરભ પારધી, મ્યુ.કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ખાડીપૂર નિવારવા માટે હાઈપાવર કમિટીની રચના કરવામાં આવશે

બેઠક દરમિયાન કેન્દ્રીય મંત્રીશ્રીએ પૂર જેવી પરિસ્થિતિને નિવારવા જિલ્લા કલેકટરની અધ્યક્ષતાવાળી એક હાઈપાવર કમિટીની રચના કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, બેઠકમાં ચર્ચા થયેલા મુદ્દાઓ અંગે આ હાઈપાવર કમિટી સર્વે કરી રિપોર્ટ આપશે, જે રિપોર્ટના આધારે આગામી આયોજન નકકી કરાશે. અગ્રતાના ધોરણે હાઈપાવર કમિટીની રચના કરી સમયમર્યદામાં કામગીરી પૂર્ણ કરવા તેમણે તાકીદ કરી હતી.

સુરતમાં ખાડીના પાણી ભરાવાના મુખ્ય કારણો

ચોમાસા દરમિયાન ભારે વરસાદના કિસ્સામાં સુરત શહેરમાં અનેક વિસ્તારમાં પાણીમાં ગરકાવ થતા હોય છે જેના મુખ્ય કારણોમાં ખાડીમાં સિલ્ટીંગ થવાને કારણે ખાડીની ક્ષમતા ઓછી થવી. ખાડીની આજુબાજુ બાંધકામ થવાથી વહેણ સાંકડું થવું. ખાડીના ડ્રેઈન અને સબ ડ્રેઈનમાં દબાણ થવું, ખાડીમાં કચરાનો નિકાલ કરવો અને ખાડીના કુદરતી વહેણને ડાયવર્ટ કરવાથી આજુબાજુના વિસ્તારમાં પાણીનો ભરાવો થાય છે.

ખાડીપૂર નિવારવાના ઉપાયો

બેઠક દરમિયાન સુરત શહેરમાં આવતા ખાડીપૂરને નિવારવા માટે નર્મદા જળસંપત્તિ અને કલ્પસર વિભાગ દ્વારા ખાડીઓને નિયમિત રીતે ડિસિલ્ટીંગ કરવામાં આવે. ખાડીની પહોળાઈ વધારવામાં આવે તેમજ ખાડીની આજુબાજુ બિનઅધિકૃત બાંધકામ થકી કરવામાં આવેલા દબાણો હટાવવામાં આવે તેમજ શહેરી રોડ-રસ્તા તથા ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતા હાઈ-વેને સમાંતર પાઈપલાઈન કરી વરસાદી પાણીની નિકાલ કરવામાં આવે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:DGVCL પરીક્ષા અન્યાય અને સ્માર્ટમીટરના વિરોધમાં ચૈતર વસાવા-અનંત પટેલનો હલ્લાબોલ

આ પણ વાંચો:ચૈતર વસાવાનો બૂટલેગર સાથે ડાન્સ કરતો વીડિયો વાયરલ, ચૈતરે કરી સ્પષ્ટતા

આ પણ વાંચો:AAP ધારાસભ્ય ચૈતર વસાવાની વધી મુશ્કેલીઓ, અંકલેશ્વર પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ