Ahmedabad News : પ્રેમસંબંધમાં દગો મળતા અમદાવાદમાં એક યુવતીએ મોતને વહાલુ કર્યું હતું. આ ચોંકાવનારા કિસ્સાની વિગત મુજબ પ્રેમીએ અંગત પળોનો વડીયો ઉતારી લીધો હતો અને તેના મિત્રને આપી દીધો હતો. આ વીડિયો વાઈરલ થવાની બીકે ચાંદખેડા વિસ્તારમાંઆવેલા હાઈરાઈઝ એપાર્ટમેન્ટના 14મા માળેથી પડતુ મુકીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે આત્મહત્યા મામલે પોલીસે તેના પ્રેમી મોહિત ઉર્ફે મિતરાજ મકવાણા અને હાર્દિક રબારી સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.
થોડા દિવસ પહેલાં આરોપી અને ભોગ બનનાર વચ્ચે અશ્લીલ વીડિયો બાબતે માથાકૂટ થતાં પોલીસની હાજરીમાં જ વીડિયો ડિલિટ કરાવાયા હતા, જોકે જે-તે સમયે બંને પક્ષે સમાધાન થતાં કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી, પરંતુ ત્યાર બાદ પણ મૃતક યુવતીને સતત ડર હતો કે તેનો વીડિયો વાઈરલ થઈ જશે. પોલીસે આ મામલે ગુનો નોંધી મોહિત ઉર્ફે મિતરાજની ધરપકડ કરી લીધી છે, જ્યારે હાર્દિકની શોધખોળ હાથ ધરી છેઅમદાવાદના સાણંદ તાલુકાના એક ગામમાં રહેતી મીનાક્ષી( નામ બદલાવ્યું છે)નામની યુવતીએ ચાંદખેડા વિસ્તારમાં આવેલા હાઇરાઇઝ બિલ્ડિંગના 14મા માળેથી પડતું મૂૂકી આત્મહત્યા કરી લીધી છે. મૃતક યુવતીની તેના મિત્ર સાથે બહાર ગઈ હતી. ત્યાર બાદ તેના મિત્રએ મૃતકની બહેનપણીને ફોન કરી આત્મહત્યા બાબતે જાણકારી આપી હતી
વાત થોડા દિવસ પહેલાંની છે, જ્યારે મૃતક મીનાક્ષીના પ્રેમી મોહિતના મિત્ર હાર્દિક રબારીએ મીનાક્ષીને ફોન કરી કહ્યું હતું કે તમારો એક વીડિયો મારી પાસે છે અને જે તમારે જોવો હોય તો તમે મને વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી હિલ લોક હોટલ પાસે આવીને મળો, જેથી મીનાક્ષી તેની બહેનપણી અને તેનો પતિ બધા હિલલોક પાસે ગયાં હતાં, જ્યાં હાર્દિક રબારી હાજર હતો. તેણે મીનાક્ષીને મોબાઇલમાં તેના પ્રેમી મોહિત સાથેનો ન્યૂડ વીડિયો બતાવ્યો હતો, જેથી આ જોઈને તમામ લોકો ચોકી ગયા હતા અને આ વીડિયો હાર્દિકે મોહિતના મોબાઇલમાંથી લીધો હોવાનું જણાવ્યું હતું.
ત્યાર બાદ તે ત્યાંથી નીકળી ગયો હતો.આ વીડિયો જોયા બાદ મીનાક્ષી ડરી ગઈ હતી અને આ વીડિયો ડિલિટ કરાવવા માટે તેણે હવે શું કરવું એ વિચારતી હતી. એટલામાં જ મોહિતનો ફોન મીનાક્ષી પર આવ્યો અને 2500 રૂપિયાની માગણી કરી હતી, એટલે ₹2500 આપવાના બહાને તેને મળવા જવું અને ત્યાં તેના મોબાઈલથી આ વીડિયો ડિલિટ કરાવી દેવો એવું નક્કી કર્યું હતું, જેથી મીનાક્ષી અને તેની બહેનપણી તેના પતિ સાથે સોલા વિસ્તારમાં પહોંચ્યા હતા, જ્યાં મોહિત આવ્યો હતો અને મોહિત ને મીનાક્ષીએ કહ્યું કે તું આ વીડિયો ડિલિટ કરી દે, પરંતુ મોહિતે વીડિયો ડિલિટ કરવાની ના પાડી અને તે ત્યાંથી જતો રહ્યો હતો. ત્યાર બાદ આ સમગ્ર મામલે મીનાક્ષીએ પોલીસને ફોન કર્યો અને ત્યાં પોલીસ આવી, જેને મોહિતને બોલાવીને આ વીડિયો ડિલિટ કરાવ્યો હતો અને ત્યાર બાદ થોડા સમય માટે આ મામલો થાળે પડ્યો હતો.
પોલીસની હાજરીમાં મોહિતના ફોનમાંથી વીડિયો ડિલિટ કરાયો હતો, પરંતુ મીનાક્ષીને સતત ડર હતો તેનો અને મોહિતનો અશ્લીલ વીડિયો હાર્દિકના ફોનમાં અને અન્ય જગ્યાએ હોઈ શકે છે. આ બાબતને લઈ તે સતત ચિંતામાં રહેતી હતી.વીડિયો વાઈરલ થવાની ચિંતામાં ને ચિંતામાં મીનાક્ષીએ ચાંદખેડા વિસ્તારમાં આવેલા હાઈરાઈઝ બિલ્ડિંગના 14મા માળેથી ઝંપલાવી જિંદગી ટૂંકાવી લીધી છે. આ મામલે હાલ ચાંદખેડા પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવા બદલ મોહિત અને હાર્દિક રબારી સામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
હાર્દિક રબારી અને મોહિતે બંનેએ યુવતીનો ન્યૂડ વીડિયો બનાવી બ્લેકમેઇલ કરી હતી. યુવતીએ મોહિતને રૂપિયા 6000 આપ્યા અને પોતાની સોનાની ચેઇન પણ ગીરવી મૂકી દીધી હતી. ન્યૂડ વીડિયો ડિલિટ કરવા માટે યુવતી મિત્ર સાથે સોલા પોલીસ સ્ટેશન પહોંચી હતી, પોલીસની હાજરીમાં વીડિયોઝ ડિલિટ થયા હોવા છતાં ફરીથી બ્લેકમેલ કરવાનું ચાલુ હતું.
આ પણ વાંચો:ઝડપથી ફેલાશે ખતરનાક વાયરસ, નાની ઉંમરે લોકો થઈ જશે વૃદ્ધ જશે
આ પણ વાંચો:શું ફરી આવી રહ્યો છે કોરોના વાયરસ? આ દેશમાં મચ્યો હડકંપ
