Jam Khambhalia BJP Sense Process: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ પૂરેપૂરો ગરમાયો છે. જામ ખંભાળિયા સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે આજે ઉમેદવારોની પસંદગી માટે ‘સેન્સ’ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સવારથી જ કાર્યકરો અને દાવેદારો પોતાના સમર્થકો સાથે ઉમટી પડતા કાર્યાલય ખાતે ભારે ભીડ જોવા મળી હતી.
Jam Khambhalia: દિગ્ગજ નિરીક્ષકોએ લીધી સેન્સ
પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ખાસ નિરીક્ષકોની હાજરીમાં આ પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં સાંસદ હરિભાઈ પટેલ, ગાંધીનગર શહેર પ્રમુખ આશિષભાઈ દવે અને પ્રદેશ કારોબારી સભ્ય બિજલબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ નિરીક્ષકોએ દરેક દાવેદાર સાથે વન-ટુ-વન સંવાદ સાધ્યો હતો અને સંગઠનના હોદ્દેદારો પાસેથી પણ જરૂરી મંતવ્યો લીધા હતા.

વફાદારી અને જીતવાની ક્ષમતા પર ભાર
ભાજપ દ્વારા આ વખતે ઉમેદવારોની પસંદગીમાં કડક માપદંડો રાખવામાં આવ્યા છે, જેમાં નિરીક્ષકોએ ખાસ કરીને ત્રણ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ માપદંડોમાં પક્ષના કપરા સમયમાં અને સક્રિય કામગીરીમાં ઉમેદવારના ફાળા દ્વારા સંગઠન પ્રત્યેની વફાદારી, ઉમેદવારની લોકપ્રિયતા અને લોકોના કામો કરવાની ક્ષમતા દ્વારા જનસંપર્ક, તેમજ જે-તે બેઠક પર વિરોધ પક્ષ સામે જીતી શકે તેવા મજબૂત ચહેરાની શોધ એટલે કે જીતવાની ક્ષમતા (Winability) ને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે.
નવા ચહેરા કે જૂના જોગીઓ?
સેન્સ પ્રક્રિયા દરમિયાન અનેક નવા અને યુવા ચહેરાઓએ પણ ઉત્સાહપૂર્વક દાવેદારી નોંધાવી છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપ હાઈકમાન્ડ અનુભવી નેતાઓને રિપીટ કરે છે કે પછી પ્રયોગાત્મક રીતે નવા ચહેરાઓને મેદાનમાં ઉતારે છે. આ સેન્સ પ્રક્રિયાનો રિપોર્ટ હવે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને સોંપવામાં આવશે, જ્યાં આખરી નામો પર મહોર લાગશે.
આ પણ વાંચો: સુરત મનપામાં નવા હોદ્દેદારોની પસંદગીનો ધમધમાટ, નિરીક્ષકો તૈયાર કરશે 3 નામોની પેનલ
આ પણ વાંચો: રાજકોટ અને મહેસાણામાં નવા મેયર માટે ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ
આ પણ વાંચો: અમદાવાદના નવા મેયરની પસંદગી માટે ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ
