Surat News/ સુરત મનપામાં નવા હોદ્દેદારોની પસંદગીનો ધમધમાટ, નિરીક્ષકો તૈયાર કરશે 3 નામોની પેનલ

Surat મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોની પસંદગી માટે ભાજપના નિરીક્ષકો સુરત પહોંચ્યા છે. ૨૦૦થી વધુ કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી મેયર અને અન્ય હોદ્દાઓ માટે પેનલ તૈયાર કરાશે.

Gujarat Top Stories Surat
Surat Mayor Selection 2026:

Surat Mayor Selection 2026: અમદાવાદ બાદ હવે દક્ષિણ ગુજરાતના સુરતમાં પણ સત્તા પરિવર્તનની તૈયારીઓ તેજ બની છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આગામી અઢી વર્ષની ટર્મ માટે નવા હોદ્દેદારોની પસંદગી કરવા માટે ભાજપ દ્વારા નિરીક્ષકોની બેઠક યોજવામાં આવી છે. આ બેઠકને પગલે શહેરના રાજકીય સંગઠનમાં ભારે હલચલ જોવા મળી રહી છે.

Surat : ત્રણ નિરીક્ષકોએ સંભાળ્યો મોરચો

ભાજપ પ્રદેશ હાઈકમાન્ડ દ્વારા સુરત માટે ત્રણ મહત્વના નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે, જેમાં સી.કે. બ્રહ્મભટ્ટ, મયુર રાવલ અને જાનવી વ્યાસનો સમાવેશ થાય છે. આ નિરીક્ષકો સુરત ખાતે દાવેદારો અને સંગઠનના હોદ્દેદારોના અભિપ્રાય લેશે.

આ ત્રણેય નિરીક્ષકો સુરત ભાજપના કાર્યાલય ખાતે મેદાનમાં ઉતર્યા છે અને વિવિધ વોર્ડના કોર્પોરેટરો તેમજ પદાધિકારીઓ સાથે વન-ટુ-વન ચર્ચા કરી રહ્યા છે.

Surat Mayor Selection 2026:

200થી વધુ કાર્યકર્તાઓ સાથે રૂબરૂ મુલાકાત

પસંદગી પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે નિરીક્ષકો 200થી વધુ કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ સાથે રૂબરૂ ચર્ચા કરશે. આ પ્રક્રિયા દરમિયાન મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને શાસક પક્ષના નેતા જેવા મહત્વના હોદ્દાઓ માટે દાવેદારી નોંધાવનાર શખ્સોની ક્ષમતાની ચકાસણી કરવામાં આવશે.

રિપોર્ટ માટેના માપદંડ શું હશે?

નિરીક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવનાર રિપોર્ટમાં માત્ર લોકપ્રિયતા જ નહીં, પરંતુ કાર્યકર્તાની વહીવટી કુશળતા અને સંગઠન શક્તિ જેવી ક્ષમતાઓને પણ વિશેષ મહત્વ આપવામાં આવશે. આ સાથે જ તેમના દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલા વિકાસના કાર્યો અને જનતામાં તેમની છબી કેવી છે તે માપદંડોને પણ ધ્યાનમાં લેવામાં આવશે, અને અંતે દરેક કાર્યકર્તાના પક્ષપાત વગરના તટસ્થ અભિપ્રાયોને આધારે આખરી રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.

Surat Mayor Selection 2026:

અંતિમ નિર્ણય પાર્લામેન્ટરી બોર્ડ લેશે

નિરીક્ષકો આ તમામ અભિપ્રાયોને સંકલિત કરીને ત્રણ-ત્રણ નામોની પેનલ તૈયાર કરશે. આ પેનલ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને સોંપવામાં આવશે, જ્યાં મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખની હાજરીમાં નવા હોદ્દેદારોના નામો પર અંતિમ મહોર મારવામાં આવશે.


આ પણ વાંચો: ભાજપે ઉત્તર ગુજરાતમાં રાબેતા મુજબ દબદબો જાળવ્યો… જુઓ વિગતવાર પરિણામ

આ પણ વાંચો: અમદાવાદના નવા મેયરની પસંદગી માટે ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ

આ પણ વાંચો: મહેસાણામાં ભાજપ ઉમેદવારના ભાણાની હત્યામાં 6 ઝડપાયા