Mehsana News/ મહેસાણામાં ભાજપ ઉમેદવારના ભાણાની હત્યામાં 6 ઝડપાયા

મહેસાણા(Mehsana) મહાનગરપાલિકાની ચૂંટણીના તણાવભર્યા માહોલ વચ્ચે વોર્ડ નં. 4ના ભાજપ ઉમેદવાર મહેન્દ્ર ચૌધરીના ભાણા મિતેન ચૌધરીની હત્યા(Murder)નો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે

Gujarat Others
રાજકીય અદાવતને કારણે થયેલી આ હત્યા(Murder)ના કેસમાં કોંગ્રેસ ઉમેદવાર લીલાબેન ચૌધરીના પતિ સહિત કુલ 6 આરોપીઓને પોલીસે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાંથી ઝડપી પાડ્યા છે

Mehsana News : મહેસાણા(Mehsana) મહાનગરપાલિકાની ચૂંટણીના તણાવભર્યા માહોલ વચ્ચે વોર્ડ નં. 4ના ભાજપ ઉમેદવાર મહેન્દ્ર ચૌધરીના ભાણા મિતેન ચૌધરીની હત્યા(Murder)નો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. રાજકીય અદાવતને કારણે થયેલી આ હત્યા(Murder)ના કેસમાં કોંગ્રેસ ઉમેદવાર લીલાબેન ચૌધરીના પતિ સહિત કુલ 6 આરોપીઓને પોલીસે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાંથી ઝડપી પાડ્યા છે.

પોલીસ તપાસ મુજબ, 25 એપ્રિલની મધરાત્રે તાવડીયા ચોકડી પાસે મિતેન ચૌધરી તેના મિત્રો સાથે ઉભો હતો ત્યારે બોલેરો અને ઇનોવા ગાડીઓમાં સવાર આરોપીઓ ત્યાં પહોંચી આવ્યા હતા. ગાળાગાળી બાદ ધોકા અને છરી વડે મિતેન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા મિતેનનું સારવાર દરમિયાન મોત થયું હતું.

ઘટના બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. એસ.પી. હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ LCB, SOG અને પેરોલ-ફર્લો સ્ક્વોડની ટીમોએ ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી. આ કાર્યવાહી દરમિયાન રાજસ્થાનના સાંચોર જિલ્લાના હડેચા ગામેથી ભરત માધુભાઈ ચૌધરી, પ્રતિક ચૌધરી અને ધર્મેન્દ્ર ઉર્ફે ધીરુ ચૌધરીને ઝડપાયા હતા. જ્યારે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ ખાતે નાકાબંધી દરમિયાન ક્રેટા કારમાં ભાગી રહેલા ધવલ ચૌધરી, મયુર ચૌધરી અને યશ ચૌધરીને પકડી પાડવામાં આવ્યા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી ₹22,200 રોકડા, 6 મોબાઇલ ફોન અને ગુનામાં વપરાયેલી ક્રેટા કાર કબજે કરી છે. સમગ્ર કેસ ઉકેલવામાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સનો મહત્વપૂર્ણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

તમામ આરોપીઓને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મહેસાણા લાવી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટએ પોલીસની માંગણી સ્વીકારી તમામ 6 આરોપીઓને સોમવાર સુધીના રિમાન્ડ પર મોકલવાનો આદેશ આપ્યો છે.

હાલ પોલીસ હથિયારો ક્યાંથી મેળવ્યા અને આરોપીઓનો અગાઉ કોઈ ગુનાહિત ઈતિહાસ છે કે નહીં તે દિશામાં વધુ તપાસ કરી રહી છે. મહેસાણા એ ડિવિઝન પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 103(1), 115(2) અને 118(1) હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ જિલ્લામાં રાજકીય ગરમાવો વધુ તેજ કરી દીધો છે.


આ પણ વાંચો : રાજા રઘુવંશી હત્યાકાંડમાં મોટો વળાંક, શિલોંગ કોર્ટે સોનમને જામીન આપ્યા, જાણો શું છે સમગ્ર કેસ

આ પણ વાંચો : મહેસાણામાં ચૂંટણી દરમિયાન યુવકની હત્યા કોંગ્રેસનું નિમ્નસ્તરનું રાજકારણઃ ભાજપ

આ પણ વાંચો : અમદાવાદના જમાલપુરમાં મોડી રાત્રે યુવકની ઘાતકી હત્યા, ૩ સામે ગુનો દાખલ