Mumbai News : મુંબઈમાં એક જ પરિવારના ચાર સભ્યોના શંકાસ્પદ મોત(Dies)ના બનાવે અનેક સવાલો ઉભા કર્યા છે. અહેવાલો મુજબ, શનિવારે રાત્રે પરિવારના સભ્યોએ પહેલા સંબંધીઓ સાથે બિરયાની ખાધી અને બાદમાં મોડી રાત્રે તરબૂચ પણ ખાધું હતું. બીજા દિવસે સવારે તેમને ઝાડા, ઉલટી અને બેચેની જેવા લક્ષણો દેખાતા તેમની તબિયત ઝડપથી બગડી અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન ચારેયના મોત(Dies) થયા.
થાણેની KIMS હોસ્પિટલના કન્સલ્ટન્ટ ઇન્ટરનલ મેડિસિન ડૉ. અનિકેત મુલેના મતે, આ ઘટના પાછળ ફક્ત ખોરાકના સંયોજનને જવાબદાર ઠેરવવું યોગ્ય નથી. તેઓ સ્પષ્ટ કરે છે કે બિરયાની પછી તરબૂચ (Watermelon)ખાવાથી નુકસાન થાય તેવો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી અને આ માન્યતા માત્ર દંતકથા છે.
ડૉ. મુલે જણાવે છે કે નોંધાયેલા લક્ષણો ફૂડ પોઇઝનિંગ અથવા ઝેરી પદાર્થના સંપર્ક તરફ સંકેત આપે છે. ખાસ કરીને, જો ખોરાક અયોગ્ય રીતે સંગ્રહિત કરવામાં આવ્યો હોય, લાંબા સમય સુધી ખુલ્લો રાખવામાં આવ્યો હોય અથવા તેમાં બેક્ટેરિયાની વૃદ્ધિ થઈ હોય તો તે ઝેર ઉત્પન્ન કરી શકે છે. બિરયાની(Biryani) જેવી વાનગીઓમાં ચોખા અને માંસ હોય છે, જે યોગ્ય રીતે સ્ટોર ન થાય તો જોખમી બની શકે છે. તે જ રીતે, કાપેલા તરબૂચને લાંબા સમય સુધી બહાર રાખવાથી પણ તે દૂષિત થઈ શકે છે.
તેમ છતાં, ડૉક્ટરોએ આ બનાવમાં માત્ર ફૂડ પોઇઝનિંગને જ કારણ માન્યું નથી. દર્દીઓની તબિયત ઝડપથી બગડવી અને ગંભીરતા વધવી પરંપરાગત ફૂડ પોઇઝનિંગના કેસમાં સામાન્ય નથી. તેથી ઝેરના સંપર્ક, અન્ય પ્રકારનું દૂષણ અથવા કોઈ તબીબી પરિસ્થિતિ પણ સંભવિત કારણ હોઈ શકે છે.
આ સમગ્ર ઘટનાનો ચોક્કસ કારણ જાણવા માટે ટોક્સિકોલોજી રિપોર્ટ અને સત્તાવાર તપાસ ખૂબ જ જરૂરી છે. તબીબોનું કહેવું છે કે અફવાઓ પર વિશ્વાસ કરવા કરતાં ખોરાકની સ્વચ્છતા, યોગ્ય સંગ્રહ અને સુરક્ષિત ઉપયોગ પર ધ્યાન આપવું વધારે મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો : દાહોદના અભલોદ ગામમાં ફૂડ પોઇઝનિંગની ઘટના, લગ્ન ભોજન બાદ 400થી વધુ લોકો બીમાર
આ પણ વાંચો : અમદાવાદમાં સરદાર પટેલ ગર્લ્સ હોસ્ટેલની 57 વિદ્યાર્થીનીઓ ફૂડ પોઇઝનિંગના લીધે હોસ્પિટલમાં દાખલ
આ પણ વાંચો : ધોળકાના પોપટપરામાં લગ્ન જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ,100 થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ
