Surat News/ પ્લાઝો અને સ્કાર્ફ પર લખી ચોરી કરતા વિદ્યાર્થી ઝડપાયા

ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓ ચોરી(Stealing) માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો સહારો લઈ રહ્યા છે

Gujarat Surat
ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓ ચોરી(Stealing) માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો સહારો લઈ રહ્યા છે

Surat News : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) સંલગ્ન કોલેજોમાં ગત માર્ચમાં લેવાયેલી પરીક્ષાઓ દરમિયાન ગેરરીતિના અનેક ચોંકાવનારા કિસ્સાઓ સામે આવ્યા છે. ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓ ચોરી(Stealing) માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો સહારો લઈ રહ્યા છે, જ્યારે કેટલાક વિદ્યાર્થી(Student)ઓ હજુ પણ જૂના ઉપાયો અપનાવતા જોવા મળ્યા છે.

પરીક્ષા વિભાગની તપાસ દરમિયાન એક અનોખો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં TYBAના એક વિદ્યાર્થીએ પોતાની દરેક ઉત્તરવહીમાં ₹100ની નોટ મૂકી અને લાલ પેનથી “પ્લીઝ પાસ કરી દેજો” એવી વિનંતી લખી હતી. આવા કુલ ત્રણ કિસ્સા નોંધાયા છે, જેમાં નાણાં મૂકીને પરીક્ષામાં ગેરરીતિ કરવાનો પ્રયાસ થયો હતો.

બીજી તરફ, કેટલાક વિદ્યાર્થીઓ(Student)એ ચોરી માટે ફેશનનો સહારો લીધો હતો. એક વિદ્યાર્થિની પ્લાઝો ડ્રેસ પર આખા જવાબો લખીને પરીક્ષા આપવા આવી હતી, જ્યારે બીજી એક વિદ્યાર્થિનીએ કાળા સ્કાર્ફ પર બારીક અક્ષરે જવાબો લખ્યા હતા. સ્કોડની ટીમે શંકાસ્પદ હલચલના આધારે તેમને ઝડપી પાડ્યા હતા.

મેડિકલ ક્ષેત્રમાં પણ ટેક્નોલોજીનો દુરુપયોગ સામે આવ્યો છે. MBBSની પરીક્ષા દરમિયાન છ વિદ્યાર્થીઓ મોબાઈલ અને બ્લૂટૂથ ઉપકરણોની મદદથી ChatGPTનો ઉપયોગ કરીને ચોરી(Stealing) કરતા ઝડપાયા હતા. યુનિવર્સિટીએ તમામ વિદ્યાર્થીઓ પર ₹10,000નો દંડ ફટકાર્યો છે અને તેમની ચાલુ પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લીધો છે.

આકસ્મિક ચેકિંગ દરમિયાન કુલ 226 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા ઝડપાયા હતા. તેમાંના 153 વિદ્યાર્થીઓ સુનાવણી માટે હાજર રહ્યા હતા, જ્યારે 73 ગેરહાજર રહ્યા હતા. ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓ સામે હવે એકપક્ષીય કાર્યવાહી કરવામાં આવશે.

પરીક્ષા નિયામક એ.વી. ધડુકે જણાવ્યું કે, ગેરરીતિમાં સંડોવાયેલા તમામ વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી થશે, જેમાં દંડ અને પરીક્ષા રદ કરવાના પગલાં સામેલ છે. સાથે જ, યુનિવર્સિટીએ સુધારાત્મક અભિગમ અપનાવતા 14 વિદ્યાર્થીઓને માનસિક માર્ગદર્શન અને કાઉન્સિલિંગ પણ આપવામાં આવ્યું છે.

યુનિવર્સિટીના અધિકારીઓએ વિદ્યાર્થીઓને ચેતવણી આપી છે કે શોર્ટકટના બદલે મહેનત પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે, કારણ કે ગેરરીતિ માટેની સજાઓ હવે વધુ કડક બની રહી છે.


આ પણ વાંચો : જબરું ભેજું વાપર્યું હો! પરીક્ષામાં ચોરી કરવા ગજબનો કિમીયો, બોલપેન પર પેન્સિલથી જવાબો લખ્યા!

આ પણ વાંચો : ખેડા : બોર્ડની પરીક્ષામાં ચોરીનો વિડીયો વાયરલ

આ પણ વાંચો : નીટ પરીક્ષામાં ચોરીઃ પરીક્ષાના દિવસના સીસીટીવી ફૂટેજ સાથે પોલીસ ટીમ પરત ફરી