Gujarat Local Body Election 2026/ જયરાજસિંહ જાડેજાની વિરોધીઓને ચેતવણી,અત્યારથી જ 2027ની તૈયારી

સભામાં નેતાઓએ વિરોધ પક્ષ(Opponents) પર આકરા પ્રહાર કર્યા હતા

Gujarat Others
તેમણે સંકેત આપ્યો કે જો વિપક્ષ (Opponents) એકતા સાથે પણ સામે આવશે તો પણ ભાજપને પડકારવો સરળ નહીં રહે

Gujarat Local Body Election 2026/ ગોંડલમાં તાજેતરમાં યોજાયેલી નગરપાલિકા તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવી રાજકીય રીતે પોતાનું પ્રભુત્વ મજબૂત કર્યું છે. ‘અબકી બાર… 27 પાર…’ ના સંકલ્પ સાથે મળેલી આ જીતને વધાવવા ગોંડલ શહેર અને તાલુકા ભાજપ દ્વારા કોલેજ ચોક ખાતે વિશાળ ‘આભાર દર્શન’ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાર્યકરો અને નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

પૂર્વ ધારાસભ્ય Jayarajsinh Jadejaના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ સભામાં ધારાસભ્ય ગીતાબા જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત યુવા મોરચા દ્વારા નેતાઓ પર ફૂલોનો વરસાદ કરી ભવ્ય સ્વાગત સાથે કરવામાં આવી હતી. વિજેતા ઉમેદવારોને 44 કમળના ફૂલ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા, જે જીતના પ્રતિક તરીકે રજૂ કરાયું હતું.

સભામાં નેતાઓએ વિરોધ પક્ષ(Opponents) પર આકરા પ્રહાર કર્યા હતા

સભામાં નેતાઓએ વિરોધ પક્ષ(Opponents) પર આકરા પ્રહાર કર્યા હતા. મિત્તલબેન ધાનાણીએ જણાવ્યું હતું કે ગોંડલની જનતાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેમને મફતની લાલચ નહીં પરંતુ આત્મનિર્ભર વિકાસ જોઈએ છે. તેમણે ઉમેર્યું કે સતત 44 બેઠકો પર જીત મેળવી જનતાએ ભાજપ અને જાડેજા પરિવાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

ધારાસભ્ય ગીતાબા જાડેજાએ કાર્યકરોનો આભાર માનતા જણાવ્યું કે આ જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના વિચારોની જીત છે. તેમણે કહ્યું કે ગોંડલમાંથી નકારાત્મક પરિસ્થિતિઓ દૂર થઈ રહી છે અને વિકાસનો માર્ગ વધુ મજબૂત બનશે.

જયરાજસિંહ જાડેજાએ પોતાની આગવી શૈલીમાં વિરોધીઓ(Opponents)ને નિશાન બનાવતા કટાક્ષ કર્યા હતા. તેમણે કહ્યું કે જનતાએ મતદાન દ્વારા વિરોધીઓને કડક જવાબ આપ્યો છે. સાથે જ તેમણે સંકેત આપ્યો કે જો વિપક્ષ (Opponents) એકતા સાથે પણ સામે આવશે તો પણ ભાજપને પડકારવો સરળ નહીં રહે. તેમણે 2027ની ચૂંટણી તરફ ઈશારો કરતા જણાવ્યું કે આવનારા સમયમાં ભાજપ વધુ મજબૂત રીતે આગળ વધશે અને હજુ ઘણું રાજકીય દ્રશ્ય જોવાનું બાકી છે.

સભા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગોંડલ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકરો અને નાગરિકોના ઉત્સાહ વચ્ચે કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો. ભાજપે આ પ્રસંગે ફરી એકવાર વિકાસ અને સંગઠનને કેન્દ્રમાં રાખીને આગળ વધવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.


આ પણ વાંચો: રાજ્યની 34માંથી જિલ્લા પંચાયતમાં ભાજપની જીત

આ પણ વાંચો: આ પણ વાંચો: BJPની પ્રચંડ સુનામી, તમામ મનપામાં ક્લીન સ્વીપ

આ પણ વાંચો: ભાજપે ઉત્તર ગુજરાતમાં રાબેતા મુજબ દબદબો જાળવ્યો… જુઓ વિગતવાર પરિણામ