છોટાઉદેપુર જિલ્લાના કેટલાક વિસ્તારો ચોમાસા ઉપર નિર્ભય છે જેને લઇ હજારો આદિવાસી ખેડૂતો ખેત મજૂરીએ જઈ રહ્યા છે તો કેટલાક નોકરી કરવા કેટલાક કામ ધંધા અર્થે ગયેલા આદિવાસી પરિવાર હોળી પર્વના ઉત્સવ મનાવવા પોતાના ઘર તરફ જઇ રહ્યા છે.

હાલ રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી છોટાઉદેપુર તરફ આવતી એસ.ટી. બસો તેમજ ખાનગી વાહનોમાં મોટા પ્રમાણમાં આદિવાસી સમુદાયના લોકો મુસાફરી કરતા નજરે પડી રહ્યા છે.

હોળી અને ધુળેટીના પર્વનું આદિવાસી સમાજમાં વિશેષ મહત્વ છે. આ તહેવારો દરમિયાન છોટાઉદેપુર, દાહોદ તેમજ ગુજરાતને અડીને આવેલા મધ્યપ્રદેશના વિસ્તારોમાં ગેર અને મેળાઓનું આયોજન થાય છે. જ્યાં પરંપરાગત વસ્ત્રો, ઘરેણાં પહેરી, રામઢોલ, પીહા અને વાંસડીના તાલે નૃત્ય સાથે લોકો ઉત્સાહપૂર્વક ઉજવણી કરે છે.

આ પણ વાંચો:છોટાઉદેપુર જિલ્લાના જંગલ વિસ્તારમાં વાઘના ધામા, પગના નિશાન આધારે વન વિભાગનો દાવો
આ પણ વાંચો:છોટાઉદેપુરના બહાદરપુર ગામની જવાહર નવોદય વિદ્યાલયમાં 18 જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનીંગની અસર
