Ahmedabad News: અમદાવાદ શહેરમાં સ્કૂલવાન ચાલકો નિયમોનાં ધજાગરા ઉડાડી રહ્યાં હોવાનું સામે આવતાં તેમજ શાળાના બાળકોની સુરક્ષાનો મુદ્દો ઉઠતા સ્કૂલવાન અને બસ ચાલકો વિરૂદ્ધ આરટીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સ્કૂલવાન અને સ્કૂલ બસને ડિટેઈન કરી દંડ વસૂલવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરમાં સ્કૂલવાન અને બસચાલકો ફાયર એનઓસી, પીયુસી, રજીસ્ટ્રેશન વગર શાળાના બાળકોનો જીવ જોખમમાં મૂકી વાહન દોડાવતા હોવાથી અમદાવાદ આરટીઓએ કાર્યવાહી શરૂ કરી છે. દિવસે દિવસે આગની બનતી ઘટનાઓનાં પગલે વાહનવ્વહાર વિભાગ જાગૃત થયું છે. અમદાવાદ RTOએ સ્કૂલવાન અને બસના ચાલકોને વાહનોના રજીસ્ટ્રેશન માટે 45 દિવસનો સમય આપ્યો હતો.
માહિતી મુજબ ઘણા વાહનચાલકો ગેરકાયદે વાહનો દોડાવતા હતા. આવા સમયે વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મૂક્યા બરાબર ગણાતું હતું. આથી ગેરકાયદે વાહનો ચલાવનાર વિરૂદ્ધ દંડાત્મક કાર્યવાહી થાય તે જરૂરી હતું. રજીસ્ટ્રેશનનો સમય પૂર્ણ થતાં આરટીઓ દ્વારા કાર્યવાહી કરાઇ છે. આરટીઓમાં 621 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. 8 સ્કૂલ વાન અને 2 સ્કૂલ બસને ડિટેઇન કરી દંડ વસૂલવામાં આવ્યો છે.
આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદથી ખરીફ પાકોનું ૭૦ લાખ હેક્ટર જમીનમાં વાવેતર: કૃષિ મંત્રી રાઘવજી પટેલ
આ પણ વાંચો:સુરતમાં સ્પા – મસાજની આડમાં ચાલતા દેહવ્યાપાર વિરૂદ્ધ અડાજણ પોલીસની કાર્યવાહી
આ પણ વાંચો:રાજકોટમાં યુવતી નશાની હાલતમાં મળી આવતા પોલીસ મૂંઝવણમાં
