Amreli News : ગંભીરા પુલ દુર્ઘટના બાદ રાજ્યભરના પુલ ને લોકો હવે શંકાની નજરે જોઈ રહ્યા છે.. ત્યારે અમરેલી જિલ્લામાં આવેલા કેટલાક જર્જરિત પુલ નુ સમારકામ કરવાની અથવા નવા બનાવવાની માંગ ઉઠી છે. આવા જ એક જર્જરિત પુલ નુ રિયાલિટી ચેક કરવા માટે મંતવ્ય ન્યુઝની ટીમ પહોંચી હતી. તો આવો જોઈએ આ હાડપિંજર બની ગયેલા પૂલની પરિસ્થિતી.
અમરેલી જીલ્લામાં એવા અનેક ગંભીરા બ્રીજ છે જે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ ને ઉભા છે. જેમાં અમરેલી બાયપાસ પર આવેલ ‘ ઠેબી બ્રીજ ‘ વર્ષ 1992/93 માં બનાવવામાં આવેલ આ બ્રીજ જાણે કે હાડપીંજર બની ગયુ હોય તેટલી હદે જર્જરિત છે. નેશનલ હાઈવે 351 પર નો આ પુલ હેવી વાહનોથી સતત ધમધમતો રહે છે..મોટી કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યો હોય એ પ્રમાણે ઉભો છે..વડોદરા નજીક બનેલી પુલ દુર્ઘટના બાદ હવે વાહનચાલકો પુલ પર થી પસાર થતા પણ ડરી રહ્યા છે.. અમરેલીના સાવરકુંડલા ચોકડીથી બગસરા ચોકડી ને જોડતા આ રોડ પરનો ઠેબી પુલ રિપેર કરવા માટે સ્થાનીક આગેવાનોએ અનેક વખત રજુઆતો કરી હોવા છતાં પણ તંત્ર નિંદ્રાધીન છે..
આ પુલ પર થી પસાર થતા વાહન ચાલકો અને કાયમી ધોરણે પસાર થતા લોકો ને સતત એ ડર સતાવી રહ્યો છે કે આ પુલ પડ્યો કે પડશે.એક સ્થાનીક વાહન ચાલકે તો જણાવ્યું કે જો કોઈ વ્યક્તિ એકવાર આ પુલ ની નીચે જઈને સ્થિતિ જુવે તો આજીવન આ પુલ પર થી પસાર થવાની હિંમત ના કરે.
અમરેલી જીલ્લામાં આ એક જ નહી આવા અનેક જર્જરિત પુલો આવેલા છે. જે ઉપરથી તો સારા દેખાય છે. પરંતુ અંદરથી હાડપીંજર બની ગયા છે.. જે માત્ર ઘરાશાઈ થવાનાં વાંકે જ ઉભા છે.. ત્યારે હવે જોવાનું એ રહે છે કે ગંભીરા પુલ દુર્ઘટના બાદ તંત્ર ની આંખ ઊઘડે છે કે કેમ.
આ પણ વાંચો:વડોદરા પુલ ધરાશાયી: જો સ્થાનિક લોકો મદદ માટે ન આવ્યા હોત તો મૃત્યુઆંક વધુ હોત
આ પણ વાંચો:LIVE: ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં 10 લોકો મોતને ભેટ્યા,મૃતકોની યાદી આવી સામે
આ પણ વાંચો:ગંભીરા બ્રિજ જ નહીં રાજ્યમાં આવી અનેક દુર્ઘટના રાહ જોઈને હજી ઊભી છે
