Gujarat Weather Update Today: રાજ્યમાં શિયાળો વિદાય લઈ રહ્યો છે અને ગરમીએ પોતાનો પ્રભાવ બતાવવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા બે દિવસમાં ગુજરાતના તાપમાનમાં સરેરાશ 4 ડિગ્રીનો નોંધપાત્ર વધારો થયો છે. અમદાવાદ સહિત રાજ્યના 7 મુખ્ય શહેરોમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રીને પાર કરી જતાં લોકો હવે બપોરના સમયે ગરમીનો અનુભવ કરી રહ્યા છે.
Weather : રાજકોટમાં સૌથી વધુ ગરમી નોંધાઈ
હવામાન વિભાગના આંકડા મુજબ, સૌરાષ્ટ્રનું હબ ગણાતા રાજકોટમાં સૌથી વધુ 34.9 ડિગ્રી તાપમાન (Temperature) નોંધાયું છે, જે રાજ્યમાં સૌથી ઊંચું છે. ત્યારબાદ સુરતમાં 34.5 ડિગ્રી અને અમદાવાદ તેમજ અમરેલીમાં 34.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યના અન્ય શહેરોમાં પણ ગરમીનો પારો સતત ઉપર જઈ રહ્યો છે.

આગામી 3 દિવસમાં ગરમી વધશે
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ત્રણ દિવસ દરમિયાન અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં તાપમાનમાં હજુ પણ વધારો થઈ શકે છે. પવનની દિશામાં ફેરફાર અને આકાશ સાફ રહેવાને કારણે ગરમીનો પારો 35 ડિગ્રીને વટાવી જાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

બપોરે બહાર નીકળતા સાવચેત રહેવા સૂચના
તાપમાનમાં અચાનક થયેલા વધારાને પગલે હવામાન વિભાગે લોકોને બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા અથવા સાવચેતી રાખવા સૂચના આપી છે. ખાસ કરીને વડીલો અને બાળકોને સીધા તડકાથી બચવા અને વધુ પ્રમાણમાં પાણી પીવા માટે સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો: ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે ચક્રવાત ‘દિત્વાહ’ ની ચેતવણી જારી કરી
આ પણ વાંચો:હિમાચલ, કાશ્મીરમાં હિમવર્ષાથી પ્રવાસીઓ ખુશ, યુપી, પંજાબમાં ગાઢ ધુમ્મસ, દિલ્હી-NCRમાં પ્રદૂષણ વધ્યું
