National News/ એરલાઇન્સની જેમ રેલવેમાં હવે પ્રવાસીઓ માટે સામાન મર્યાદાનો કડક કાયદો

હવે ટ્રેનમાં માલ સામાન લઈ જવાનો કાયદો કડક બની ગયો છે.

Top Stories India

National News : હવે પહેલાની જેમ રેલવેમાં ગમે તેટલો સામાન લઈને જવો સપના સમાન બની જશે.  કારણકે હવે ટ્રેનમાં માલ સામાન લઈ જવાનો કાયદો કડક બની ગયો છે.ભારતીય રેલવે વિશે લોકોએ જાણે મન બનાવી લીધું છે કે ગમે તેટલો સામાન હોય બિસ્તરા પોટલા ઉપાડીને લઈ જવાના પરંતુ એ બધુ હવે એક સપના સમાન બની જશે કેમ કે હવે ટ્રેનમાં માલ સામાન લઈ જવાનો કાયદો કડક બની ગયો છે.

ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે ભારતીય રેલવે વિભાગ તરફથી  હવે કડક નિયમોનું પાલન કરવામાં આવશે. જેમાં નવા નિયમ મુજબ હવે ટ્રેનમાં મુસાફરી કરનારા લોકો માટે ચોક્કસ મર્યાદા સુધીજ સામાન લઈ જઈ શકાશે. જો મુસાફરો ચોક્કસ મર્યાદા કરતાં વધારે માલ સામાન લઈ જાય છે તો ભારતીય રેલવે વિભાગ તરફથી આવા મુસાફરોને કાયદા મુજબ દંડ ફટકારવામાં આવશે. આ નવા નિયમ મુજબ હવે ટ્રેનમાં મુસાફરી કરતાં સમયે નિર્ધારિત મર્યાદા વજનના સામાનને જ મંજૂરી આપવામાં આવશે.

ભારતીય રેલવે વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલ નવા નિયમ મુજબ હવેથી મુસાફરો ભારતીય રેલવેમાં મુસાફરી કરતી વખતે ફક્ત નિર્ધારિત નિયમ અનુસાર જ સામાન પોતાની સાથે લઈ જઈ શકશે. દેશના કેટલાક મુખ્ય રેલ્વે સ્ટેશનો પર સામાનના વજન પર સંબંધિત મર્યાદા કડક રીતે લાગુ કરવામાં આવશે. જેનાથી હવે ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને એરલાઇન્સની જેમ, આ નિયમો પણ લાગુ પડશે. નવા નિયમો અનુસાર, વિવિધ શ્રેણીઓની મુસાફરી માટે મંજૂર કરવામાં આવેલ મફત સામાનની માત્રા અલગ રાખવામાં આવી છે.

ભારતી રેલવે વિભાગ તરફથી સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે નિર્ધારિત મર્યાદા કરતાં જો સામાનનો વજન વધારે સામે આવે છે તો મુસાફર પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ભારતી રેલવે વિભાગે હાલ માટે, ઉત્તર રેલવે અને મધ્ય રેલવે લખનૌ અને પ્રયાગરાજ વિભાગના મુખ્ય સ્ટેશનોથી આ નવી સિસ્ટમ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જે રેલ્વે સ્ટેશનોની ઓળખ કરવામાં આવી છે તેમાં પ્રયાગરાજ, મિર્ઝાપુર, કાનપુર અને અલીગઢ જંકશનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, લખનૌ ચારબાગ, બનારસ, પ્રયાગરાજ છોકી, સુબેદારગંજ, મિર્ઝાપુર, ટુંડલા, અલીગઢ, ગોવિંદપુરી અને ઇટાવા પણ આ યાદીમાં સામેલ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કિશ્તવાડ વાદળ ફાટવાના કારણે મૃત્યુઆંક વધીને 65 થયો, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું,ચાસોટી ગામમાં બચાવ કામગીરીમાં NDRF જોડાયું!

આ પણ વાંચો:NEET UG જાપાન ભારતીય વિદ્યાર્થીઓ માટે નવું મેડિકલ ડેસ્ટિનેશન બની રહ્યું છે,જાણો  કારણ  

આ પણ વાંચો:FASTag Annual Passનું બુકિંગ શરૂ કરવામાં આવ્યું, માત્ર 3 સરળ સ્ટેપમાં થશે કાર્યરત