Morbi News : મોરબીમાં ભાજપના બે નેતાઓ જ આમને સામને આવી ગયા છે.જેમાં જિલ્લા પંચાયતના ચેરમેને જ ધારાસભ્ય પર આક્ષેપ કર્યા છે.બાદમાં ધારાસભ્યના નિવેદનનો અજય લોરિયાએ જવાબ આપ્યો હતો.તેમણે સરકાર રૂપિયા આપે જ છે પરંતુ વપરાતા કોણે આવડે છે તેવો વળતો પ્રહાર કર્યો હતો. 2 દિવસ રાત ઉજાગરો કરી સ્વ ખર્ચે કામ પૂરું કર્યું હોવાનું તેમણે કહ્યું હતું.
દર વર્ષે એક એક રોડ બનાવ્યો હોત તો પણ આજે પ્રશ્ન ના રહેત. અજય લોરિયાએ કહ્યું હતું કે દાતારી મારા DNAમાં છે. એટલું જ નહી સ્વ ખર્ચે સેવાકીય કાર્યો કરતા હોવાનું પણ જણાવ્યું હતું. સિવિલ હોસ્પીટલમાં વર્ષોથી એક જ ડોક્ટર કેમ ? એવો સવાલ પણ તેમણે કર્યો હતો.
આ પણ વાંચો:સિદ્ધપુરમાં પાલિકાની માલિકીની જર્જરિત અને જોખમી ઈમારતો
આ પણ વાંચો:પાટણ : સિદ્ધપુર હાઈવે પરની આતિશ ફેક્ટરીમાં આગ
આ પણ વાંચો:સિદ્ધપુરમાં પ્રેમલગ્ન 10 માસમાં તૂટ્યાં, પત્નીની ઘરેલુ હિંસાની ફરિયાદ
