Patan News/ સિદ્ધપુરમાં પાલિકાની માલિકીની જર્જરિત અને જોખમી ઈમારતો

કોમ્પલેક્સનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના રિપોર્ટમાં જર્જરિત કોમ્લેક્સ ઉતારી પાડવા નિર્ણય. સિદ્ધપુર નગર પાલિકા દ્વારા માત્ર નોટિસો આપી સંતોષ માની રહ્યા છે.

Top Stories Gujarat Others Breaking News

Patan News: પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં રેલવે સ્ટેશન વિસ્તારમાં નગરપાલિકા કચેરી પાસે આવેલ પથિકાશ્રમ કોમ્પ્લેક્સના ઉપરના માળની ઇમારત અત્યંત જર્જરિત અને જોખમી બની ગઈ છે. અને જર્જરિત ઈમારતના મોટા સ્લેબ વારંવાર ખરી રહ્યા છે, ત્યારે સિદ્ધપુર નગરપાલિકાએ પણ વારંવાર આ જર્જરિત ઇમારત ખાલી કરવા નોટિસો પાઠવી છે. પરંતુ કોઈ નિરાકરણ આવતું નથી. સિદ્ધપુર નગર પાલિકાની માલિકીના પથિકાશ્રમ કોમ્પ્લેક્સના ઉપરના માળનો કેટલોક ભાગ અત્યંત જર્જરિત અને જોખમી બની ગયો છે. વારંવાર પોપડા ખરી રહ્યા છે, અહીના દુકાનદારોના જીવ તાળવે ચોટ્યા છે અહીંથી પસાર થતા રાહદારીઓ ડરી રહ્યા છે. ત્યારે સિદ્ધપુર નગરપાલિકા માત્ર નોટિસ પાઠવીને સંતોષ માની રહી છે. પરંતુ કોઈ નક્કર કાર્યવાહી ન કરતા જો કોઈ મોટી હોનારત સર્જાય તો તેનો જવાબદાર કોની…? તેવો પ્રશ્ન સ્થાનિકો કરી રહ્યા છે.

સિદ્ધપુરમાં નગર પાલિકા દ્વારા વર્ષ 1968માં પથિકાશ્રમ કોમ્પ્લેક્સ બનાવવામાં આવેલ જેમાં અંદાજિત 97 જેટલી દુકાનો આવેલ છે આ દુકાનો નગર પાલિકા દ્વારા હરાજીથી વેપારીઓને ભાડા પટ્ટે દુકાનો આપવામાં આવેલ છે લગભગ 57 વર્ષથી જૂની આ ઇમારતો હાલમાં જર્જરિત અને ભયજનક હાલતમાં ખંડેર બની ગઈ છે. આ કોમ્પ્લેક્સના ઉપરના ભાગે ગમે તે સમયે આકસ્મિક રીતે પડવાની સંભાવના છે અને તેના કારણે મોટી હોનારત સર્જાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે જોકે આ બાબતે નગર પાલિકા દ્વારા કોમ્પલેક્સનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના રિપોર્ટ કરાવતા આ રિપોર્ટ પ્રમાણે જર્જરિત કોમ્લેક્સ ઉતારી પાડવા નિર્ણય કરાયો છે.

જોકે આ બાબતે નગર પાલિકા દ્વારા જનરલ મિટિંગમાં ઠરાવ પાસ કરી એક કમિટીની રચના કરવામાં આવી છે આ કમિટી દ્વારા વેપારી સાથે મિટિંગ કરી યોગ્ય અને કાયદેસર નિર્ણય લેવામાં આવશે તેમ પાલિકા પ્રમુખ જણાવી રહ્યા છે.. અને આ પથિકાશ્રમ કોમ્પ્લેક્સના દુકાનદારોને નોટિસ આપી કોમ્પ્લેક્સના ઉપરની દુકાનોના વીજ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા છે પરંતુ આ નોટિસો આપ્યાને દોઢ માસ જેટલો સમય થવા છતાં હજુ સુધી આ ભયજનક કોમ્પ્લેક્સ સામે કોઈ કાર્યવાહીની પ્રકિયા હાથ ધરવામાં આવી નથી. હાલમાં ચોમાસાની ઋતુમાં ભારે વરસાદમાં આ કોમ્પ્લેક્સમાં ગમે ત્યારે મોટી હોનારત સર્જાઈ શકે છે. સ્થાનિકો અને રાહદારીઓના જીવનું જોખમ ઊભું થાય તેઓ ભય ઊભો થયો છે પરંતુ સિદ્ધપુર નગરપાલિકા કોઈ મોટી હોનારત સર્જાય તેની રાહ જોઈ રહ્યું હોવાનું આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે.

મોટી હોનારત સર્જાય તો જવાબદારી કોની…?

અમદાવાદ, જામનગર, વડોદરા, સુરત સહિત અનેક શહેરમાં જર્જરીત અને જોખમી ઈમારતના કારણે દુર્ઘટનાઓ અને મોત થયા છે, ત્યારે સિદ્ધપુર નગર પાલિકાની માલિકીના પથિકાશ્રમ કોમ્લેક્સ ની હાલત જજરીત જોવા મળી રહ્યા છે આ કોમ્પ્લેક્સ ક્યારે ધરાશાયી થાય અને મોટી હોનારત સર્જાય તેની તંત્ર રાહ જોઈને બેઠું હોય તેવી જણાઈ રહ્યૂ છે જોકે આના માટે જવાબદાર કોણ..? તેને લઈને નગરજનોમાં સવાલો ઉઠી રહ્યા છે.

કોમ્પ્લેક્સ પાસેથી પસાર થતા રાહદારીઓ ડરી રહ્યા છે

આ અંગે સિદ્ધપુરના જાગૃત નાગરિક સંજીવન શર્માએ જણાવ્યું હતું કે આ કોમ્પ્લેક્સ છેલ્લા કેટલાક સમયથી ખંડેર હાલતમાં જોવા મળી રહ્યું છે અમો અહીંથી પસાર થતાં હોઈએ અને ક્યારે અમારા માથા ઉપર ભેખડગડ કે પોપડા ઘસી પડશે તો.. તેનો ડર સતાવી રહ્યો છે જેથી આ કોમ્પ્લેક્સ પાસેથી પસાર થતા પણ અમો ડરી રહ્યા છીએ. જો આ ઈમારત અચાનક ધરાસાઈ થશે તો અને મોટી જાનહાની સર્જાશે તો તેની જવાબદારી કોણ લેશે. સિદ્ધપુર પાલિકા દ્વારા વહેલી તકે આ સમસ્યાનો નિરાકરણ લાવવું જોઈએ.

નગરપાલિકા દ્વારા કમિટીની રચના કરાઈ છે ટૂંક સમયમાં નિર્ણય કરાશે.

આ અંગે સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન પટેલે જણાવ્યું હતું કે અમોએ આ કોમ્પ્લેક્સ જર્જરીત બાબતે પાલિકાની જનરલ મીટીંગમાં ચર્ચા કરી અને તેનું વહેલી તકે નિરાકરણ લાવવા એક કમિટીની રચના કરી છે આ કમિટી દ્વારા કોમ્પ્લેક્સના વેપારીઓ સાથે મીટીંગ કરી અને વહેલી તકે તેનું નિરાકરણ લાવશે.

કોમ્પ્લેક્સના તમામ વેપારીઓને નોટિસ આપી દેવાઈ છે

સિધ્ધપુર નગરપાલિકાના ચીફ ઓફિસર કૃપેશ પટેલે જણાવ્યું છે કે, પાલિકાની માલિકીના પથિક આશ્રમ કોમ્પલેક્ષની હાલત જર્જરી જ છે જે બાબતે અમોએ સ્ટેબિલિટી સ્ટ્રક્ચર રિપોર્ટ તૈયાર કરાવ્યો છે અને તેના આધારે હાલમાં તમામ વેપારીઓને નોટિસ આપી જાણ કરવામાં આવેલ છે તેમજ કોમ્પલેક્ષના ઉપરના ભાગની દુકાનોના વીજ કનેક્શન કાપી દેવામાં આવેલ છે. નગરપાલિકાની સોલાર સિસ્ટમ પણ ઉતારી લેવામાં આવી છે. વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કરી વહેલી તકે તેનું નિરાકરણ લાવવામાં આવશે.

@પ્રવીણ દરજી


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાટણમાં વૃદ્ધાની નિર્મમ હત્યા કરી હત્યારો ફરાર

આ પણ વાંચો:પાટણ : સિદ્ધપુર હાઈવે પરની આતિશ ફેક્ટરીમાં આગ

આ પણ વાંચો:પાટણમાં વૃદ્ધની હત્યાનું રહસ્ય ઉકેલાયુ, પડોશમાં જ રહેતા પ્રેમીપંખીડાએ હત્યા કરી