Sabarkantha News/ સાબરકાંઠાના ઈડરના માઢવા ગામે કાળા જાદુના નામે છેતરપિંડી

સાબરકાંઠાના ઇડરના માઢવા ગામે છેતરપિંડીનો અલગ જ પ્રકારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. છેતરપિંડીની આ ઘટનાના પરિણામે ફક્ત ગામમાં જ નહીં આખા તાલુકામાં ચકચાર મચી ગઈ છે.

Gujarat Breaking News

Sabarkantha News: સાબરકાંઠાના ઇડરના માઢવા ગામે છેતરપિંડીનો અલગ જ પ્રકારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. છેતરપિંડીની આ ઘટનાના પરિણામે ફક્ત ગામમાં જ નહીં આખા તાલુકામાં ચકચાર મચી ગઈ છે. સાબરકાંઠાના ઇડરના માઢવા ગામે કાળા જાદુ વડે પૈસાનો વરસાદ વરસાવવાનું કહીને છેતરપિંડી આચરવામાં આવી છે.

તેમા 11 લાખ રૂપિયાનો ધૂપ કરવાનું કહીને બે કરોડ રૂપિયાનો વરસાદ પડશે તેવો દાવો કરવામાં આવ્યો હતો. આ દાવામાં ભરમાઈ ગયેલા પાલનપુરના શખ્સે કરોડપતિ થવાની લાલચે 11 લાખની રકમ હાથ પર હતી તે પણ ગુમાવી હતી. આમ સાબરકાંઠાના ઇડરના માઢવા ગામ ખાતે છેતરપિંડીની ઘટના બની છે. બનાસ કાંઠામાં ઇડરના માઢવા ગામ ખાતે છેતરપિંડીની ઘટના સૌપ્રથમ વખત બની છે.

11 લાખ રૂપિયાનો ધૂપ કરીને બે કરોડ રૂપિયાનો વરસાદ વરસશે તેવો દાવો કરવામાં આવ્યો હતો. પાણપુરના વ્યક્તિએ કરોડપતિ થવાની લાલચમાં આવી રૂ. 11 લાખ ગુમાવ્યા હતા. અલ્પેશ ઠાકોર નામના ભુવાજીએ આ છેતરપિંડી આચરી હતી. ભુવાએ છેતરપિંડી હોવાનું સાબિત થતાં તેની સામે ફરિયાદ નોંધાઈ છે અને ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આના પગલે ભુવાએ ભૂતકાળમાં પણ આ પ્રકારનું કૃત્ય કર્યુ છે કે નહીં તેની પણ તપાસ શરૂ કરવામાં આવશે તેમ મનાય છે. જો કે આશ્ચર્યની વાત એ છે કે આજે પણ લોકો આ પ્રકારે કાળા જાદુમાં વિશ્વાસ ધરાવે છે અને ભુવાની વાતોમાં તથા અંધશ્રદ્ધામાં માને છે તે વાત આશ્ચર્યજનક છે. લોકો વૈજ્ઞાનિક અભિગમ મુજબ ક્યારે કામ કરશે તે મોટો સવાલ છે. જ્યાં સુધી તર્કબદ્ધ રીતે લોકો વિચારતા થશે નહીં ત્યાં સુધી આ પ્રકારે ભુવાઓ તેમની લાલચના ભૂતનો ફાયદો ઉઠાવીને તેમને સતત ખંખેરતા જ રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ સાબરકાંઠા : વ્યાજના વિષચક્રમાં વધુ બે જીંદગી હોમાઈ

આ પણ વાંચોઃ સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 12 કલાકમાં 10 ઇંચ વરસાદ

આ પણ વાંચોઃ અરવલ્લીમાં ભારે વરસાદ : 2 કલાકમાં 5 ઈંચ વરસાદ, સાબરકાંઠા-બનાસકાંઠામાં રેડ એલર્ટ