Sabarkantha News/ સાબરકાંઠા : વ્યાજના વિષચક્રમાં વધુ બે જીંદગી હોમાઈ

સાબરકાંઠા પંથકમાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે

Gujarat

Sabarkantha News : રાજ્યમાં વ્યાજખોરોના ત્રાસનો વધુ એક કિસ્સો સાબરકાંઠામાં બન્યો છે. જેમાં વ્યાજના વિષચક્રમાં બે જણાને જીવ ગુમાવવ પડ્યો હતો. આ બનાવની વિગત મુજબ ઇડરના ફીંચોડમાં પિતા અને 5 વર્ષના પુત્રે કુવો પૂર્યો હતો.જેમાં પુત્રને કૂવામાં નાખી પિતાએ પણ મોતની છલાંગ લગાવી હતી. આ બનાવમાં 38 વર્ષીય કનુ નાઈ તેમજ 5 વર્ષીય જિયાન નાઈનું મોત નીપજ્યુ હતું.

પ્રાથમિક તપાસમાં વ્યાજખોરોના પારાવાર ત્રાસથી પિતા-પુત્રે જીવન ટુંકાવ્યું હોવાનું બહાર આવ્યું છે.બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ ધટના સ્થળે પહોંચી હતી. તે સિવાય જાદર પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી તપાસ શરુ કરી હતી.

બાદમાં પિતા-પુત્રના મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.પિતા-પુત્રના મોતના પગલે સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. બીજીતરફ સાબરકાંઠા પંથકમાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નેવી ક્લાર્કે 50 હજાર રૂપિયામાં પાડોશી દેશને ‘ઓપરેશન સિંદૂર’ની માહિતી આપતા ધરપકડ

આ પણ વાંચો:સિંદૂરના બાળવૃક્ષનું વાવેતર કરી મુખ્યમંત્રીએ ‘સિંદૂર વન’ નિર્માણનો પ્રારંભ કરાવ્યો

આ પણ વાંચો:ઓપરેશન સિંદૂર બાદ ગૃહમંત્રી અમિત શાહ આજથી પ. બંગાળના બે દિવસના પ્રવાસે