Vadodara News : જેમાં મંદિરના ગુંબજ વચ્ચે નસેડીઓએ અડ્ડો જમાવ્યો છે. નસેડીઓ મંદિરમાં ગુંબજ વચ્ચે નશો કરતા હોવાનો આરોપ લગાવાયો છે. જેમાં આ શખ્સો ગુંબજ વચ્ચે છાપરું બનાવી નશો કરતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. જેને પગલે પોલીસે મંદિરમાં એન્ટ્રી પાડી મંદિરમાં તપાસ હાથ ધરી હતી.
જેમાં પોલીસને જાણ થતા પીસીબી પોલીસ એક્શનમાં આવી હતી.તે સિવાય વિશ્વામિત્રી કાંઠામાં પણ પીસીબી પોલીસે તપાસ કરી હતી. મંદિરમાં પણ ગત રાત્રે દાન પેટી તૂટતા લોકોમાં ભય ફેલાયો છે.જેમાં કુલર પણ તોડીને મશીનરી વેચી દેવાયું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
બીજીતરફ પોલીસ ફરિયાદ આપતા પુજારી પણ ગભરાય છે.બીજીતરફ મંદિરમાં રહેતા લોકો યુવકોનો બચાવ કરી રહ્યા છે. નસેડીઓને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
આ પણ વાંચોઃ સાબરકાંઠા : વ્યાજના વિષચક્રમાં વધુ બે જીંદગી હોમાઈ
આ પણ વાંચોઃ સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 12 કલાકમાં 10 ઇંચ વરસાદ
આ પણ વાંચોઃ અરવલ્લીમાં ભારે વરસાદ : 2 કલાકમાં 5 ઈંચ વરસાદ, સાબરકાંઠા-બનાસકાંઠામાં રેડ એલર્ટ

