Ahmedabad News/ વિદ્યાર્થી સાથે અત્યાચાર બાદ શ્રુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, 5 વિદ્યાર્થીઓ સસ્પેન્ડ, છાત્રાલયે CCTV કર્યા Delete

ધંધુકાના વિદ્યાર્થી સાથે હોસ્ટેલમાં અત્યાચાર બાદ શ્રુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું. પીડિત વિદ્યાર્થી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે 5 આરોપી વિદ્યાર્થીઓને રાઉન્ડ અપ કર્યા.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : અમદાવાદના ધંધુકાના પચ્છમ છાત્રાલયમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક વિદ્યાર્થી સાથે અમાનવીય અત્યાચાર અને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. પોલીસે આ કેસમાં પાંચ સગીર આરોપીઓની ધરપકડ કરી છે. પીડિત વિદ્યાર્થી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

પીડિત પરિવારનો આક્ષેપ છે કે છાત્રાલયના સંચાલકોએ CCTV ફૂટેજ ડિલીટ કરી દીધા છે અને તેઓએ આ ઘટના અંગે બેદરકારી દાખવી છે. પરિવારે આરોપીઓ અને બેદરકાર સંચાલકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

અમદાવાદ ગ્રામ્ય DEO કૃપા ઝાએ જણાવ્યું કે, છાત્રાલયના સંચાલકોએ દાવો કર્યો છે કે આ ઘટના 15 દિવસ પહેલા બની હતી. તેમણે શાળાના આચાર્ય અને સંચાલકને કારણદર્શક નોટિસ ફટકારી છે અને તમામ વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવશે. હાલમાં, પાંચ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

છાત્રાલયના સંચાલકે જણાવ્યું કે, તેઓ આ ઘટનાથી અજાણ હતા અને 22 દિવસ પહેલાં થયેલા ઝઘડામાં સમાધાન થયું હતું. જો કે, વીડિયો વાયરલ થયા બાદ 5 દોષિત વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમણે સ્વીકાર્યું કે ઘટના સમયે છાત્રાલયમાં કોઈ વોર્ડન હાજર ન હતા. આમ આવી રીતે છાત્રાલયે લૂલો બચાવ કર્યો છે.

પીડિત પરિવારના સભ્યોએ જણાવ્યું કે, શરૂઆતમાં તેઓએ સમાધાન કર્યું હતું જેથી તેમના પુત્રનું ભણતર બગડે નહીં, પરંતુ વીડિયો વાયરલ થયા બાદ તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેઓએ આક્ષેપ કર્યો કે તેમના પુત્રને ધમકીઓ આપવામાં આવી હતી અને તે ડરી ગયો હતો, જેના કારણે તે શરૂઆતમાં બોલી શક્યો ન હતો. પરિવારે સંચાલકો પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે અને આ ઘટનામાં સંડોવાયેલા તમામ લોકો સામે કડક સજાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને.

@HARIOM SOLAKI


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:IIFA એવોર્ડ 2025: ‘લાપતા લેડીઝ’ 10 પુરસ્કારો જીત્યા, શ્રેષ્ઠ અભિનેતા કાર્તિક આર્યન

આ પણ વાંચો:અનુરાગ કશ્યપે બોલિવૂડ ઈન્ડસ્ટ્રી છોડયૂં, કહ્યું ‘બોલિવૂડ ઈન્ડસ્ટ્રી ટોક્સિક બની ગયું છે’

આ પણ વાંચો:પ્રિયંકાની ‘અનુજા’ ફિલ્મ ચુકી ગઈ ઓસ્કાર, પરંતુ DNEGએ અપાવ્યો એવોર્ડ