Gandhinagar News/ ડબલ મર્ડર મામલે પોલીસે કર્યા ખુલાસા, પત્નીએ મરી જવાની વાત કરતાં પતિએ આવેશમાં આવીને હત્યા કરી

ગાંધીનગરના સરગાસણ ડબલ મર્ડરના આરોપીની ધરપકડ કરી. તીનપત્તીમાં 4 લાખ હારતા ઝઘડો થતાં પતિએ પત્ની-પુત્રની હત્યા કરી હતી. તું શું કામ મરે? હું જ તને મારું નાખું કહી લોખંડનો રોડ માર્યો. પહેલા શેરબજારમાં દેવાનું કહ્યું હતું.

Top Stories Gandhinagar Gujarat
Yogesh Work 2025 03 10T180005.065 ડબલ મર્ડર મામલે પોલીસે કર્યા ખુલાસા, પત્નીએ મરી જવાની વાત કરતાં પતિએ આવેશમાં આવીને હત્યા કરી

Gandhinagar News : ગાંધીનગરના સરગાસણમાં હચમચાવી નાખનારી ડબલ મર્ડરની ઘટનામાં પોલીસે મહત્વની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં આરોપી હરેશ વાઘેલાને સાથે રાખીને પોલીસે ઘટનાસ્થળનું ઝીણવટભર્યું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું. સમગ્ર મામલે પોલીસે આરોપીને સાથે રાખીને કેસની તપાસ કરવામાં આવી હતી.

આરોપી પતિની પત્નીએ મરી જવાની વાત કરતાં આવેશમાં આવી પતિએ લોખંડના રોડથી હુમલો કર્યો અને દુપટ્ટાથી ગળું દબાવી તેની હત્યા કરી હતી. ઊંઘમાંથી જાગેલા ચાર વર્ષીય પુત્રને પણ માથામાં સળિયો મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. ઈન્ફોસિટી પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપીને તેના ઘરે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ રિ-કન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસે આરોપી પાસેથી હત્યાની સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી અને ઘટનાક્રમનું પુનરાવર્તન કર્યું હતું.

Yogesh Work 2025 03 10T175633.423 ડબલ મર્ડર મામલે પોલીસે કર્યા ખુલાસા, પત્નીએ મરી જવાની વાત કરતાં પતિએ આવેશમાં આવીને હત્યા કરી

આરોપી હરેશ વાઘેલાએ શેરબજારમાં કરેલા રોકાણમાં ભારે નુકસાન થતાં દેવામાં ડૂબી ગયો હતો. આ દેવાના બોજ તળે દબાઈને તેણે પોતાની પત્ની આશા અને પુત્ર ધ્રુવની હત્યા કરી હતી. પરંતું તેને ઘટનાક્રમનું પુનરાવર્તનમાં માહિતી આપી કે, તીનપત્તીમાં 4 લાખ હારતા ઝઘડો થતાં પત્ની-પુત્રની હત્યા કરી હતી. પત્ની સાથે તેનો ઝઘડો થયો હતો. આ હત્યાકાંડ સરગાસણની શ્રી રંગ નેનો સીટી-1માં પાંચ દિવસ પહેલાં બન્યો હતો.

આરોપીએ હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો. ત્યારબાદ પોલીસે તેને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો અને ત્યાંથી તેની અટકાયત કરી હતી. આજે પોલીસે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈને સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું.

રિ-કન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસે આરોપીને પૂછપરછ કરીને હત્યાના કારણો, હત્યા કરવાની રીત અને અન્ય મહત્વની માહિતી મેળવી હતી. પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે અને આરોપી સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી છે.

@ UJJVAL VYAS


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વિદ્યાર્થી સાથે અત્યાચાર બાદ શ્રુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, 5 વિદ્યાર્થીઓ સસ્પેન્ડ, છાત્રાલયે CCTV કર્યા Delete

આ પણ વાંચો: 17.92 લાખ હેકટર વિસ્તારને વાર્ષિક સિંચાઈનો મળશે લાભ, 82 હજાર કરોડના ખર્ચે કામ પૂર્ણતાના આરે

આ પણ વાંચો: રોડ રસ્તા ભૂગર્ભ ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ, મહિલાઓએ મહાનગરપાલિકા ખાતે નોંધાવ્યો વિરોધ