નિયુક્તિ/ ગુજરાતમાં એબી પટેલને સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરાયા

ગુજરાત સરકારે વડોદરા શહેરી વિકાસ બોર્ડમાં પોસ્ટેડ એબી પટેલ (IAS) ને રાજ્ય ચૂંટણી પંચમાં સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે.

Top Stories Gujarat

એક મહત્વપૂર્ણ વહીવટી ફેરફારમાં, ગુજરાત સરકારે વડોદરા શહેરી વિકાસ બોર્ડમાં પોસ્ટેડ એબી પટેલ (IAS) ને રાજ્ય ચૂંટણી પંચમાં સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે.આ આદેશ ગુજરાત સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ એકે રાકેશ દ્વારા જારી કરવામાં આવ્યો છે. પટેલની જગ્યાએ કોઈ અધિકારીની નિમણૂક કરવામાં આવી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે 1996 બેચના જીએએસ કેડરના અધિકારી એ.બી. પટેલને બે વર્ષ પહેલા આઈએએસ તરીકે બઢતી આપવામાં આવી હતી. 25 વર્ષથી તેઓ જીએએસ કેડરમાં વિવિધ જગ્યાએ ફરજ બજાવતા હતા. ત્યાર બાદ તેઓ IAS બન્યા હતા. અંદાજે 3 વર્ષથી તેઓ વુડાના સીઈઓ તરીકે ફરજ બજાવી રહ્યા છે.