Ahmedabad News/ અમદાવાદ બનશે સ્માર્ટ મોબિલિટીનું હબ, Google સાથે AI આધારિત ટ્રાફિક મેનેજમેન્ટ પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત

અમદાવાદ મહાનગરપાલિકાએ Google સાથે મળીને AI આધારિત સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ શરૂ કરી. Google Mapsના લાઇવ ડેટા દ્વારા ટ્રાફિક જામ માટે રિયલ-ટાઇમ એલર્ટ, સિગ્નલ મેનેજમેન્ટ અને સ્માર્ટ ટ્રાફિક પ્લાનિંગ કરવામાં આવશે.

Top Stories Gujarat Surat Breaking News
AI

Ahmedabad News:વાહનોની વધતી સંખ્યા અને પીક અવર્સમાં લાગતા ટ્રાફિક જામને કાયમી ઉકેલ આપવા અમદાવાદ મહાનગરપાલિકા (AMC) એ ટેક્નોલોજીનો આધાર લીધો છે. AMCના સ્માર્ટ સિટી સેલ દ્વારા વૈશ્વિક જાયન્ટ Google સાથેના સહયોગમાં AI આધારિત ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમનો પાયલોટ પ્રોજેક્ટ સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યો છે. આ પહેલ અમદાવાદને દેશના અગ્રેસર સ્માર્ટ મોબિલિટી સિટીઝમાં સ્થાન આપવા તરફ મહત્વનું પગલું છે.

સામાન્ય રીતે ટ્રાફિક મોનિટરિંગ માટે જંક્શનો પર CCTV કેમેરા અને સેન્સર્સ લગાવવા પડે છે, જે ખર્ચાળ અને સમય માગી લેતી પ્રક્રિયા છે. પરંતુ આ નવા પ્રોજેક્ટમાં કોઈ નવા કેમેરા કે સેન્સર લગાવવાની જરૂર નથી.Google Maps પર લાખો વાહનચાલકો દ્વારા શેર કરવામાં આવતા લાઇવ લોકેશન, સ્પીડ અને ટ્રાફિક ડેટાનો ઉપયોગ કરવામાં આવશે. આ ડેટાનું Artificial Intelligence (AI) અને મશીન લર્નિંગ દ્વારા વિશ્લેષણ કરી ટ્રાફિકક્યુર પ્લેટફોર્મ પર રિયલ-ટાઇમ ડેશબોર્ડ, એલર્ટ્સ અને રિપોર્ટ્સ તૈયાર કરવામાં આવશે.

AI આધારિત ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ

જેવો કોઈ રોડ, ફ્લાયઓવર કે જંક્શન પર ટ્રાફિક જામ શરૂ થાય કે તરત રિયલ-ટાઇમ એલર્ટ કંટ્રોલ રૂમ અને ટ્રાફિક એન્જિનિયર્સને મોકલવામાં આવશે.અધિકારીઓ ત્વરિત પગલાં લઈ શકશે, જેમ કે ટ્રાફિક ડાયવર્ટ કરવું, સિગ્નલ ટાઇમિંગ બદલવું અથવા અન્ય વ્યવસ્થા.લાંબા ગાળાના આયોજન માટે AI સિમ્યુલેશન્સનો ઉપયોગ કરી રોડ ક્લોઝર, નવા ફ્લાયઓવર કે સિગ્નલની અસરનું પૂર્વ આકલન કરી શકાશે.

શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સ્માર્ટ અને સુગમ બનાવવા માટે શરૂ કરાયેલા પાયલોટ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદના સૌથી વ્યસ્ત માર્ગો અને કોરિડોર્સને આવરી લેવામાં આવ્યા છે. તેમાં SG હાઇવે, સરદાર પટેલ રિંગ રોડ તેમજ 132 ફૂટ રિંગ રોડના મહત્વપૂર્ણ વિસ્તારોનો સમાવેશ થાય છે. ઉપરાંત તપોવન સર્કલ થી આરટીઓ સર્કલ સુધીનો માર્ગ, પરિમલ અંડરપાસથી ગોલ્ડન ટ્રાયેંગલ અને શાસ્ત્રીનગર વિસ્તાર, તેમજ ડમરુ સર્કલથી ગુજરાત હાઇકોર્ટ સુધીના મુખ્ય માર્ગોને પણ આવરી લેવામાં આવ્યા છે.

સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધીનો માર્ગ, નારોલ-નરોડા હાઇવે BRTS રૂટ તેમજ શહેરના અન્ય મહત્વપૂર્ણ ફ્લાયઓવર્સ અને ટ્રાફિક પોઇન્ટ્સ પણ આ પ્રોજેક્ટનો ભાગ બનાવવામાં આવ્યા છે. આ પહેલનો મુખ્ય હેતુ ટ્રાફિક મેનેજમેન્ટ સુધારવો, મુસાફરીનો સમય ઘટાડવો અને શહેરમાં સ્માર્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમને વધુ અસરકારક બનાવવાનો છે.આ વિસ્તારોમાં ટ્રાફિકની દિશા, બોટલનેક અને પેટર્નનો વિગતવાર રિપોર્ટ AI તૈયાર કરશે.


આ પણ વાંચો:અમદાવાદને 26 મેના રોજ મળશે નવા મેયર, AMCમાં સામાન્ય સભા બોલાવવામાં આવી

આ પણ વાંચો:અમદાવાદમાં ટ્રાફિક પોલીસની મેગા ડ્રાઈવ, ₹36 હજારનો દંડ વસૂલાયો

આ પણ વાંચો:અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાન અને જીવનદાનની સરવાણી