Vadodara News : પારુલ યુનિવર્સિટી ફરી એક વખત સમાચારોની હેડલાઈન બની છે. પારુલ યુનિવર્સિટીનો વિદ્યાર્થીઓ વચ્ચે થયેલ મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પારુલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ અને બાદમાં વાત હાથાપાઈ સુધી પંહોચી ગઈ. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયો જોતા લાગે છે કે મારામારીનો બનાવ Boys હોસ્ટેલમાં બન્યો હોઈ શકે. જેમાં દેખાય છે કે બે જુદા-જુદા દેશના નાગરિકો વચ્ચે મારામારી થઈ રહી છે. અગાઉ પણ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો વીડિયો વાયરલ થતા મોટો ઉહાપોહ જોવા મળ્યો હતો.
પ્રાપ્ત સુત્રો મુજબ પારુલ યુનિવર્સિટીમાં તાજેતરમાં વાયરલ થયેલ વીડિયો શાસ્ત્રી ભવનનો છે. જ્યાં વિદેશી અને સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થાય છે અને પછી ભવનના તમામ વિદ્યાર્થીઓ ત્યાં આવી પંહોચે છે. આફ્રિકન વિદ્યાર્થી સ્થાનિક વિદ્યાર્થીને માર મારતો નજરે પડે છે. ત્યારે કેટલાક લોકો બંને વચ્ચે સમાધાન કરાવા પ્રયાસ કરે છે છતાં અન્ય આફ્રિકન વિદ્યાર્થીઓ પણ તેને સાથ આપતા વિદ્યાર્થીઓ સાથે મારામારી કરવા લાગે છે. આફ્રિકન વિદ્યાર્થીઓ અને ગુજરાતી વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ વધતા મારામારીની ઘટના બનતા ત્યાંના સંચાલકોએ દરમ્યાનગીરી કરતા મામલો થાળે પડ્યો.
પારુલ યુનિવર્સિટીમાં આફ્રિકન અને સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચે થયેલ હાથાપાઈનું કારણ રંગભેદને લઈને કરવામાં આવેલ ટીપ્પણી હોવાનું હાલ પૂરતું માનવામાં આવે છે. બંને વિદ્યાર્થી વચ્ચે રંગભેદ ટિપ્પણીને લઇને મોટો ઝઘડો થતા વાત મારામારી સુધી પંહોચી અને આ ઝગડામાં અન્ય લોકો પણ સાથ આપતા બંને વિદ્યાર્થી જુથો વચ્ચે લોહિયાળ ઘર્ષણની ઘટના બની. બંને જૂથો દ્વારા પાઇપ જેવાં હથિયારો વડે એકબીજા પર હુમલો કર્યો હતો.
નોંધનીય છે કે વડોદરાની પારુલ યુનિવર્સિટી હંમેશા કોઈને કોઈ મામલાને લઈને વિવાદમાં રહે છે. થોડા સમય પહેલા યુનિવર્સિટીમાં બીટેકના વિદ્યાર્થી અને એક યુવતીનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં વિદ્યાર્થી અભ્યાસ મામલે યુવતી સાથે વાત કરે છે ત્યારે અન્ય એક વિદ્યાર્થી તેના પર દાઝ રાખી બંનેનો વીડિયો બનાવે છે. બાદમાં આ વીડિયો યુવતીના બોયફ્રેન્ડ મોકલતા તે બીટેકના વિદ્યાર્થી અને તેના ભાઈને મારમારે છે. તેના થોડા સમય પહેલા યુનિવર્સિટીના એક પ્રોફેસર કોલેજમાં જ પોતાના મોબાઈલ પર પોર્ન ફિલ્મ જોતા હોવાનો વીડિયો વાયરલ થતા મોટો હોબાળો મચ્યો હતો.
આ પણ વાંચોઃધમકી/ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ પર આતંકનો પડછાયો, પન્નુએ આપી મેચ રદ્દ કરવાની ધમકી
આ પણ વાંચોઃFali S Nariman/વકીલાતના 70 વર્ષ, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ એવોર્ડ, જાણો કોણ હતા ફલી એસ નરીમન?
આ પણ વાંચોઃFali S Nariman/પ્રખ્યાત ન્યાયશાસ્ત્રી ફલી એસ નરીમનનું નિધન, 95 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા
