Not Set/ હિટલર વિરુદ્ધ જે રીતે સમાજ ઉભો થયો હતો તે રીતે આજે થવાની જરૂર : જાવેદ અખ્તર

નવી દિલ્હી, બોલિવુડનાં જાણીતા ગીતકાર- રાઇટર જાવેદ અખ્તરે આતંકવાદ વિરુદ્ધ એકસાથે થવા આહવાહન કર્યુ છે. તેમણે શ્રીલંકામાં બનેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં લઇને લોકોને એકસાથે આવવાનું કહ્યુ છે. જાવેદ અખ્તરે કહ્યુ કે, હિટલરની વિરુદ્ધમાં સભ્ય સમાજ એકસાથે આવ્યો હતો તેવી જ રીતે આ સમયે પણ લોકોને એકસાથે આવવાની જરૂર છે. બોલિવુડનાં ગીતકાર-રાઇટર જાવેદ અખ્તરે પણ પોતાની […]

Top Stories India

નવી દિલ્હી,

બોલિવુડનાં જાણીતા ગીતકાર- રાઇટર જાવેદ અખ્તરે આતંકવાદ વિરુદ્ધ એકસાથે થવા આહવાહન કર્યુ છે. તેમણે શ્રીલંકામાં બનેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં લઇને લોકોને એકસાથે આવવાનું કહ્યુ છે. જાવેદ અખ્તરે કહ્યુ કે, હિટલરની વિરુદ્ધમાં સભ્ય સમાજ એકસાથે આવ્યો હતો તેવી જ રીતે આ સમયે પણ લોકોને એકસાથે આવવાની જરૂર છે.

બોલિવુડનાં ગીતકાર-રાઇટર જાવેદ અખ્તરે પણ પોતાની લાગણી વ્યક્ત કરવાની સાથે આતંકવાદ વિરુદ્ધ એકસાથ આવવા સભ્ય સમાજને આહવાહન કર્યુ છે. તેમણે પોતાની વાતને ટ્વીટ દ્વારા દર્શાવતા લખ્યુ, ‘જે રીતે સભ્ય સમાજ હિટલર વિરુદ્ધ એકસાથે આવ્યો હતો તેવી રીતે આઇએસની વિરુદ્ધ એકસાથે આવવાનો સમય આવી ગયો છે. આ માત્ર આતંકવાદ નથી પરંતુ આ એક યુદ્ધ છે.’

તમને જણાવી દઇએ કે, થોડા સમય પહેલા શ્રીલંકામાં થયેલા આત્મઘાતી હુમલાએ સમગ્ર દુનિયાને હચમચાવી દીધો હતો. આ હુમલામાં 359 લોકો માર્યા ગયા હતા. એક રિપોર્ટ મુજબ શ્રીલંકામાં હોટલ અને ચર્ચને નિશાનો બનાવનાર આત્મઘાતી હુમલાખોરમાં એક મહિલા પણ હતી. આ હુમલામાં કુલ 359 લોકો માર્યા ગયા હતા જેમા 39 વિદેશી હતા. આ આત્મઘાતી હુમલાની દુનિયાભરમાં નિંદા કરવામાં આવી છે.