ધમકી/ ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ પર આતંકનો પડછાયો, પન્નુએ આપી મેચ રદ્દ કરવાની ધમકી

ઝારખંડની રાજધાની રાંચીમાં ભારત અને ઈંગ્લેન્ડની ક્રિકેટ ટેસ્ટ મેચ પર આતંકવાદી સંકટ તોળાઈ રહ્યું છે

Top Stories India
11 5 ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ પર આતંકનો પડછાયો, પન્નુએ આપી મેચ રદ્દ કરવાની ધમકી

ઝારખંડની રાજધાની રાંચીમાં ભારત અને ઈંગ્લેન્ડની ક્રિકેટ ટેસ્ટ મેચ પર આતંકવાદી સંકટ તોળાઈ રહ્યું છે. શીખ ફોર જસ્ટિસ સંગઠને રાંચીમાં 23 ફેબ્રુઆરીએ યોજાનારી ભારત અને ઈંગ્લેન્ડ ક્રિકેટ મેચને રદ કરવાની ધમકી આપી છે. આ સાથે ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમને પણ પાછા જવાની ધમકી આપવામાં આવી છે. રાંચી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. વરિષ્ઠ પોલીસ અધિકારી અને રાંચીના ડીસી રાહુલ સિન્હા પોતે તેની દેખરેખ રાખી રહ્યા છે. આ ધમકીના ઓડિયો-વીડિયોની ચકાસણી કરવામાં આવી રહી છે. આ મામલે રાંચીમાં FIR નોંધવામાં આવી છે

. આ કેસમાં નોંધાયેલી એફઆઈઆરમાં જણાવાયું છે કે શીખ ફોર જસ્ટિસના ગુરપતવંત સિંહ પન્નુએ યુટ્યુબ પર એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં ભારતમાં પ્રતિબંધિત સંગઠન સીપીઆઈ (માઓવાદી)ને ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ક્રિકેટ ટેસ્ટ મેચ રદ કરવા માટે આહ્વાન કર્યું છે. ઝારખંડ અને પંજાબમાં હલચલ મચાવી છે. જેથી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા અને ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સ મેચ રમી શક્યા ન હતા.