Biparjoy in Gujarat/ વાવાઝોડા બાદ કામગીરી કરવી કેટલી મુશ્કેલ? જાણો સમગ્ર વિગતો

અરબી સમુદ્રમાં સક્રિય થયેલા બિપરજોય વાવાઝોડાની અસર વધી રહી છે, ત્યારે NDRFના જવાનો સતત ખડેપગે કામગીર કરે છે. જોકે, આવી પરિસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ NDRFને શું સૂચના આપી? કઇ જગ્યાએ કેટલી NDRFની ટુકડીઓ તૈનાત છે?  

Top Stories Gujarat Others
Untitled 65 વાવાઝોડા બાદ કામગીરી કરવી કેટલી મુશ્કેલ? જાણો સમગ્ર વિગતો

અરબી સમુદ્રમાં સક્રિય થયેલા બિપરજોય વાવાઝોડાની અસર કચ્છ-ભુજમાં જોવા મળશે. જેના પગલે વડાપ્રધાન નરેન્દ્રમોદીએ દિલ્હીમાં એક ઇમરજન્સી મિટિંગ બોલાવી હતી. જેમાં ગૃહમંત્રાલય, NDRF અને સેનાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવાઝોડાની જ્યાં સુધી સૌથી વધુ અસર થવાની છે એવા સંભવિત વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરવાની સૂચના આપી હતી. ત્યારે આ કામગીરીમાં કેન્દ્રીય મંત્રીઓથી લઇને રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રસાશન કામગીરી કરી રહ્યું છે. પણ જ્યારે જ્યારે આવી વિકટ પરિસ્થિતિ આવે છે ત્યારે NDRFના જવાનો સતત ખડેપગે રહીને લોકોના જીવને બચાવવાની કામગીર કરે છે.

चक्रवात बिपोरजॉय ने चिंता जताई, दूसरे राज्यों से एनडीआरएफ की टीमें बुलाई  गईं | Cyclone Biporjoy raises concerns, NDRF teams called from other states

NDRFનો સીધો જ સંપર્ક રાજ્ય સરકારના મુખ્ય સચિવ, પોલીસ કમિશનર સહિતના અધિકારી સાથે હોય છે. બિપરજોય વાવાઝોડાને લઇને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બે વખત મિટિંગ યોજાઇ હતી. આ ઉપરાંત દિલ્હીમાં ગૃહ સચિવ અને કેબિનેટ સચિવે પણ મિટિંગ કરી હતી. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ સમગ્ર ઘટના અંગે રિવ્યૂ લીધો હતો. ત્યારબાદ એક મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. એ પછી રાજ્ય સરકારે અમારી પાસે જેટલી ટીમોની ડિમાન્ડ કરી હતી એટલી ટીમો અમે હાલમાં મોકલી આપી છે.

NDRFના કેવા જવાનોને મોકલાય છે મિશન પર, કેવી હોય છે તાલીમ; જાણો ગંભીર  પરિસ્થિતિમાં કેવી રીતે કરે છે કામ | How NDRF personnel are sent on  missions, how are they trained; Learn

હાલ ગુજરાતમાં કુલ 12 NDRFની ટીમો તૈનાત કરાઇ છે. જ્યારે કેટલીક ટીમોને રાજકોટ અને ગાંધીધામમાં તૈનાત કરવામાં આવશે જેથી જરૂરિયાતના સમયે તેને સરળતાથી મૂવ કરી શકાય. એટલે ત્રણ જેટલી ટીમો રિઝર્વ રાખવામાં આવી છે. કુલ મળીને ગુજરાતમાં 15 ટીમો તૈનાત કરાઇ છે. જો વાવાઝોડું આવ્યા પછી પરિસ્થિતિ વધુ ગંભીર બનશે તો તેની પણ તૈયારી કરી દીધી છે. આ માટે અમે અલગ અલગ જગ્યાઓ ઉપર 15 ટીમોને રિઝર્વમાં તૈયાર રાખી છે. જેને એરલિફ્ટ કરીને લાવવામાં આવશે. ત્યારે અતુલ કરવાલના જણાવ્યા મુજબ, હાલમાં જે ટીમો તૈયાર કરવામાં આવી છે એમાં એક ટીમમાં 30થી 35 જવાનો હોય છે.

NDRFના કેવા જવાનોને મોકલાય છે મિશન પર, કેવી હોય છે તાલીમ; જાણો ગંભીર  પરિસ્થિતિમાં કેવી રીતે કરે છે કામ | How NDRF personnel are sent on  missions, how are they trained; Learn

જો ક્યારેક જરૂરિયાત પડે તો આ એક ટીમમાંથી સબટીમ બનાવી શકાય તેવું પણ આયોજન અમે કર્યું છે. પણ અમે ટીમને એક સાથે જ રાખીએ છીએ જેથી વધુ લોકો હોવાના કારણે કામ સારું થઇ શકે. આ ઉપરાંત આ તમામ જવાનોને તરવાથી લઇને સીપીઆર કેવી રીતે આપી શકાય તેની પણ તાલીમ આપવામાં આવેલી હોય છે.

આ પણ વાંચો:બિપરજોય વાવાઝોડાની અસરના પગલે શ્રી કૃષ્ણ મંદિરમાં ઘસ્યું પાણી

આ પણ વાંચો:કચ્છમાં વાવાઝોડા સામે લડવાનું સુકાન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સંભાળ્યું

આ પણ વાંચો:‘બિપરજોય’નો વધતો પ્રકોપ, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લગભગ 37,800 લોકોનું કરાયું સ્થળાંતર

આ પણ વાંચો:ગુજરાતમાં થઈ શકે છે ભયંકર તબાહી, ચોમાસા પર પણ પડશે અસર?

આ પણ વાંચો:બિપરજોય ચોમાસા પર અસર નહી કરેઃ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર