Politics/ રાહુલ ગાંધીનો કટાક્ષ- અબકી બાર કરોડો બેરોજગાર, કોણ જવાબદાર? માત્ર મોદી સરકાર!

ગયા વર્ષે મે મહિનામાં, લદ્દાખ અને સિક્કિમમાં ભારતીય લશ્કર અને ચીની સેના સાથે ઘર્ષણ થયું હતું. થોડા દિવસો પછી, સિક્કિમમાં પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ, પરંતુ લદ્દાખમાં તંગદિલ પરિસ્થિતિ હજી પણ યથાવત છે.

Top Stories India

ગયા વર્ષે મે મહિનામાં, લદ્દાખ અને સિક્કિમમાં ભારતીય લશ્કર અને ચીની સેના સાથે ઘર્ષણ થયું હતું. થોડા દિવસો પછી, સિક્કિમમાં પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ, પરંતુ લદ્દાખમાં તંગદિલ પરિસ્થિતિ હજી પણ યથાવત છે. ઠંડી આવતાની સાથે જ ચીની સૈન્યએ પીછેહઠ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ હવે ફરીથી એલએસી પર નકારાત્મક પ્રવૃત્તિઓ ચલાવવાની યોજના ચાલી રહી છે. કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ હવે આ મામલે મોદી સરકાર પર પ્રહાર કર્યા છે.

આદેશ જાહેર / શિક્ષણ મંત્રાલયની જાહેરાત, TET સર્ટિફિકેટની માન્યતા 7 વર્ષની જગ્યાએ કરાઇ આજીવન

રાહુલે ટ્વિટર પર એક સમાચાર લેખ શેર કર્યો છે. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે ચીની સેનાનો ખતરો કોઈ સરહદ વિવાદ નથી, આ ભારતીય નેતાઓએ સમજવું જોઈએ. લેખની સાથે રાહુલે જાપાની ફિલોસોફર Miyamoto Musashi નાં વાક્યને ટાંકીને કહ્યું કે, જો કોઈની સમજ મજબૂત હોય અને વલણ નબળુ હોય તો તે યોગ્ય નથી. વ્યૂહરચના એવી રીતે બનાવવી જોઈએ કે આગળની વસ્તુઓ પણ તમને તમારી નજીક લાગે. જો કોઈ વસ્તુ નજીક છે, તો તેને લાંબા ગાળાનાં દ્રષ્ટિકોણથી જુઓ, લાંબા ગાળાનાં પ્રભાવો વિશે પણ વિચારો. નવેમ્બર-ડિસેમ્બર સુધીમાં, લદ્દાખમાં તાપમાનનો પારો શૂન્ય ઉપર જતો રહે છે.

આવી સ્થિતિમાં, ભારતીય સેનાનાં બહાદુર સૈનિકો એલએસી નજીકનાં વિસ્તારોમાં રહ્યા, પરંતુ તે દરમિયાન ઘણા ચીની સૈનિકોનાં મોતનાં સમાચાર પ્રકાશમાં આવ્યા. જે બાદ ચીને હવામાનને ધ્યાનમાં રાખીને પીછેહઠ કરવાનો નિર્ણય લીધો હતો. તાજેતરમાં કેટલીક સેટેલાઇટ તસવીરો બહાર આવી હતી, જેમાં ચીની સેનાનાં તંબુ, શસ્ત્રો વગેરે જોવા મળ્યા હતા. જેના પરથી સ્પષ્ટ થાય છે કે ચીન લદ્દાખમાં ફરીથી કંઈક નવું આયોજન કરી રહ્યું છે. જોકે, ભારતીય સેના પણ સજાગ છે અને હાલમાં આર્મી ચીફ કાશ્મીર પ્રવાસ પર છે.

અમદાવાદમાં 9 ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન / વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ધૈર્ય સાથે કોરોના સામે લડાઈ લડી : અમિત શાહ

આ સાથે રાહુલ ગાંધીએ વધુ એક ટ્વીટ કરીને મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. રાહુલે ટ્વીટ કરતા લખ્યુ કે, અબકી બાર કરોડો બેરોજગાર, કોણ જવાબદાર, માત્ર અને માત્ર મોદી સરકાર. એવુ નથી કે આ પ્રકારનાં ટ્વીટ રાહુલ ગાંધીએ પહેલી વાર કર્યા હોય, તેઓ અવાર-નવાર મોદી સરકારની નીતિઓને લઇને સવાલો કરતા રહે છે, અને જરૂર જણાય ત્યારે સલાહ અને ઘણીવાર કટાક્ષ પણ કરતા રહે છે.