OMG!/ ભીખ માંગતી અને ઝુંપડામાં રહેતી એક વૃદ્ધ મહિલા પાસે મળ્યા એટલા રૂ, કે તે જોઇને..

દેશભરમાં આવેલા મંદિરો કે મોટા દેશના મોટા શહેરોના વિસ્તારોમાં તમને ભીખ માંગતા લોકો જોવા મળતા જ હોય છે અને તેઓ પોતાનું ગુજરાન ચલાવતા હોય છે,

India

દેશભરમાં આવેલા મંદિરો કે મોટા દેશના મોટા શહેરોના વિસ્તારોમાં તમને ભીખ માંગતા લોકો જોવા મળતા જ હોય છે અને તેઓ પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, પરંતુ ક્યારેય તમે વિચાર્યું હશે કે ભીખ માંગી રહેલમાંથી કેટલાક લોકો પાસે લાખો રૂપિયા હશે.

એક તબ્બકે આ વાત અચરજ પરમાડે એવી છે, પરંતુ આ સત્ય હકીકત પણ છે. આ જ પ્રકારનો એક કિસ્સો જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાંથી સામે આવ્યો છે, જ્યાં એક વૃદ્ધ ભિખારી મહિલા પાસે રહેલા લાખો રૂપિયા જોઇને સૌ કોઈ ચકિત થઇ ગયા હતા.

હકીકતમાં જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ભીખ માંગીને પોતાના પેટનો ખાડો પુરતી વૃદ્ધ ભિખારી મહિલાની ઝૂંપડીમાંથી લાખો રૂપિયાના સિક્કા અને નોટો મળી આવ્યા છે અને તેની રકમ અંદાજે ૨.૬૦ લાખ રૂપિયા જેટલી થઇ રહી છે.

આ અંગે જણાવતા એક વોર્ડ મેંમ્બરે કહ્યું હતું કે, આ મહિલા અહીં 30 વર્ષથી રહે છે અને નગરપાલિકાની ટીમે ઘરમાં જઈને કચરાની પેટીઓમાં રાખેલી નોટો શોધી કાઢી હતી.

જો કે હાલમાં આ વૃદ્ધ મહિલાને એક આશ્રય ગૃહમાં ટ્રાંસફર કરવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી બાજુ વૃદ્ધ મહિલા પાસેથી મળેલી રકમ નાના સિક્કાઓમાં હતી, જેથી સ્થાનિક પ્રશાસનની ટીમને રૂપિયા ગણવામાં પરસેવો પડી ગયો હતો.