National News/ 12 વર્ષ પૂર્ણ થતાં PM Modiની ભાવુક પોસ્ટ- ‘જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી છે’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) એક ચૂંટાયેલા પીએમ તરીકે સતત 12 વર્ષ અને 4,399 દિવસ પૂર્ણ કરીને જવાહરલાલ નેહરુનો ઓલ-ટાઇમ રેકોર્ડ તોડ્યો છે. આ અવસરે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ. વાંચો વિગતો.

NATIONAL Top Stories India
PM Modi

PM Modi Longest Serving Elected PM: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના રાજકીય ઈતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ ઉમેરી દીધું છે. PM Modi ભારતના લોકશાહી ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનારા દેશના પ્રથમ ‘ચૂંટાયેલા’ વડાપ્રધાન બની ગયા છે. તેમણે વડાપ્રધાન પદ પર સતત 4,399 દિવસ સફળતાપૂર્વક પૂર્ણ કરીને ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનો વર્ષો જૂનો ઐતિહાસિક રેકોર્ડ તોડી નાખ્યો છે. 10 જૂન, 2026 ના રોજ પીએમ મોદીએ એક ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સળંગ 12 વર્ષનો આ અદ્ભુત માઈલસ્ટોન સ્થાપિત કર્યો છે, જે કેન્દ્ર સરકારમાં તેમના પ્રચંડ શાસનકાળ અને અવિરત જનસેવાને દર્શાવે છે.

આ અભૂતપૂર્વ અને ઐતિહાસિક સિદ્ધિના વિશેષ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર દેશવાસીઓ માટે એક અત્યંત પ્રેરણાદાયી પોસ્ટ શેર કરી છે. તેમણે પોતાના હૃદયસ્પર્શી સંદેશમાં લખ્યું કે, ‘જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી છે. નમ્રતા, સમર્પણ અને કર્તવ્યનિષ્ઠા સાથે નિરંતર કાર્ય કરનારી વ્યક્તિ જ જનતાનો વિશ્વાસ સંપાદિત કરી શકે છે.’

કેન્દ્ર સરકારમાં 12 વર્ષ પૂર્ણ થવા પર PMનો ખાસ સંદેશ

PM Modi ના મજબૂત નેતૃત્વમાં ભાજપ પ્રેરિત એનડીએ (NDA) સરકારે કેન્દ્રમાં પોતાના સફળ 12 વર્ષ પૂર્ણ કર્યા છે અને હાલમાં તેની ભવ્ય ઉજવણી ચાલી રહી છે. આ પૂર્વે પણ તેમણે દેશવાસીઓનો આભાર માનતા લખ્યું હતું કે, ‘રાષ્ટ્ર નિર્માણ માટે સમર્પણ અને સેવાભાવ આપણી અમૂલ્ય મૂડી રહ્યા છે. વિતેલા 12 વર્ષોમાં ‘સબકા સાથ, સબકા વિકાસ’ની ભાવનાથી પ્રેરિત નિરંતર પ્રયાસોના કારણે જ આજે આપણે એક સશક્ત અને આત્મનિર્ભર ભારત તરફ આગળ વધી રહ્યા છીએ.’

અમેરિકન દૂત સર્જિયો ગોરે પાઠવી ખાસ વૈશ્વિક શુભકામનાઓ

પીએમ મોદી ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા વડાપ્રધાન બનતા વૈશ્વિક સ્તરેથી પણ ભારતની લોકશાહીની વાહવાહ થઈ રહી છે. અમેરિકન દૂત સર્જિયો ગોરે સોશિયલ મીડિયા પર એક ખાસ વીડિયો અને આંકડાકીય સંદેશ પોસ્ટ કરીને પીએમ મોદીને આ અદ્ભુત સિદ્ધિ બદલ હાર્દિક બધાઈ આપી હતી. સર્જિયો ગોરે પોતાના સંદેશમાં લખ્યું કે, “ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા વડાપ્રધાન બનવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખૂબ-ખૂબ અભિનંદન. આ અભૂતપૂર્વ ઉપલબ્ધિ દાયકાઓ સુધીની તેમની સમર્પિત જનસેવા અને મજબૂત નેતૃત્વનું એક સશક્ત પ્રમાણ છે! તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ!”

PM Modiએ કેવી રીતે તોડ્યો જવાહરલાલ નેહરુનો રેકોર્ડ?

ઘણા લોકોને પ્રશ્ન થાય કે પંડિત નેહરુ લાંબો સમય પીએમ રહ્યા તો મોદીજીનો રેકોર્ડ કઈ રીતે અનોખો છે? તો તેની પાછળ એક મોટું લોજિકલ અને બંધારણીય કારણ છે:

જવાહરલાલ નેહરુ: ભારત દેશ આઝાદ થયો ત્યારથી એટલે કે વર્ષ 1947 થી લઈને 1964 માં તેમનું અવસાન થયું ત્યાં સુધી વડાપ્રધાન પદ પર રહ્યા હતા. તેમનો કુલ કાર્યકાળ આશરે 16 થી 17 વર્ષ સુધીનો છે. પરંતુ, તેમના એ કુલ કાર્યકાળમાં વર્ષ 1951-52 માં યોજાયેલી ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણીઓ પહેલાના 5 વર્ષનો પણ સમાવેશ થતો હતો. એટલે કે, 1947 થી 1952 સુધી તેઓ સીધા લોકશાહી ઢબે જનતા દ્વારા ‘ચૂંટાયેલા’ વડાપ્રધાન નહોતા. એક ચૂંટાયેલા પીએમ તરીકે તેઓ 1952 થી મે 1964 સુધી જ સળંગ પદ પર રહ્યા હતા.

ઇન્દિરા ગાંધી: દેશના પૂર્વ મહિલા વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીનો વડાપ્રધાન તરીકેનો કુલ કાર્યકાળ પણ આશરે 16 વર્ષ જેટલો જ છે, પરંતુ તેમનો આ કાર્યકાળ સળંગ નથી ચાલ્યો. તેમનો પ્રથમ કાર્યકાળ જાન્યુઆરી 1966 થી માર્ચ 1977 (આશરે 11 વર્ષ) રહ્યો, જેમાં કટોકટી (Emergency) નો સમયગાળો પણ સામેલ હતો. ત્યારબાદ તેઓ ફરી જાન્યુઆરી 1980 માં પીએમ બન્યા અને ઓક્ટોબર 1984 માં તેમની હત્યા થઈ ત્યાં સુધી એટલે કે 4 વર્ષ 10 મહિના આ પદ પર રહ્યા હતા.

નરેન્દ્ર મોદી: PM Modi એ લોકશાહી ઢબે સતત જનસમર્થન મેળવીને દેશમાં એક નવો ઈતિહાસ રચ્યો છે. 26 મે, 2014 ના રોજ દેશના વડાપ્રધાન તરીકે પ્રથમવાર પદ સંભાળ્યા બાદ પીએમ મોદીએ વર્ષ 2019 અને ત્યારબાદ વર્ષ 2024 ની સામાન્ય ચૂંટણીઓમાં સતત પ્રચંડ જનાદેશ હાસિલ કર્યો છે. તેઓ સતત ત્રીજી વખત વડાપ્રધાન બનીને દેશનું નેતૃત્વ કરી રહ્યા છે અને સળંગ 4,399 દિવસો સુધી ચૂંટાયેલા પીએમ તરીકે પદ પર રહીને નેહરુજીનો લોકશાહી રેકોર્ડ બ્રેક કર્યો છે.


આ પણ વાંચો: PM Modi એ દેશના 47 શહેરોમાં વહેંચ્યા 51,000 સરકારી નિમણૂક પત્રો, યુવાનોને આપી મોટી જવાબદારી

આ પણ વાંચો:NEET પરીક્ષાના પેપરો વિમાનો દ્વારા મોકલાશે, સુરક્ષા વ્યવસ્થા પર PM Modi ની સીધી નજર

આ પણ વાંચો:PM Modi ને સવાલ પૂછનાર નોર્વેના પત્રકાર હેલી લિંગના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ થયાં સસ્પેન્ડ