NEET UG Re-Test 2026: નીટ-યુજી (NEET-UG) પરીક્ષામાં કથિત પેપર લીકની ઘટના બાદ, કેન્દ્ર સરકાર આગામી 21 June ના રોજ યોજાનારી રી-ટેસ્ટને સંપૂર્ણપણે ‘ફૂલપ્રૂફ’ અને સુરક્ષિત બનાવવા માટે અભૂતપૂર્વ પગલાં ભરવા જઈ રહી છે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, પરીક્ષાના પ્રશ્નપત્રોને કોઈ પણ પ્રકારની ગેરરીતિ વગર સુરક્ષિત રીતે પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવા માટે ભારતીય વાયુસેના (IAF) ના વિમાનોનો ઉપયોગ કરવાની રણનીતિ પર ગંભીરતાથી વિચારણા શરૂ કરવામાં આવી છે. આ અંગે દિલ્હીમાં રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં એક હાઈ-લેવલ બેઠક યોજાઈ હતી, જેમાં શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને સંચારમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર રહ્યા હતા. જો કે, આ પ્રસ્તાવ પર અંતિમ નિર્ણય PM Modi લેશે, જેઓ વ્યક્તિગત રીતે આ આખી પ્રક્રિયા પર સીધી નજર રાખી રહ્યા છે.
Neet પેપરથી લઈને પ્રિન્ટિંગ સુધીની સુરક્ષા કડક કરાશે
ગુરુવારે યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ના ડાયરેક્ટર જનરલ અભિષેક સિંહ અને શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં માત્ર ટ્રાન્સપોર્ટેશન જ નહીં, પરંતુ સમગ્ર પરીક્ષા પ્રણાલીને મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જેમાં શિક્ષકો દ્વારા પ્રશ્નપત્રો સેટ કરવા, પેપરનું સુરક્ષિત પ્રિન્ટિંગ (છપાઈ) કરવું, કસ્ટડી સેન્ટરો સુધી તેનું પરિવહન અને ફાઇનલ સિક્યોરિટી અરેન્જમેન્ટ જેવા મુખ્ય મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી.
3 May થી લઈને રી-ટેસ્ટ સુધીની સંપૂર્ણ ટાઇમલાઇન
3 May: NTA દ્વારા દેશના 551 શહેરો અને 14 વિદેશી કેન્દ્રો પર નીટ-યુજી પરીક્ષા લેવાઈ હતી, જેમાં આશરે 23 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.
7 May: પરીક્ષાના 4 દિવસ બાદ NTA ને પેપરમાં ગેરરીતિઓ થઈ હોવાના ઈનપુટ્સ મળ્યા.
8 May: એજન્સીએ આ ઈનપુટ્સ સ્વતંત્ર તપાસ માટે કેન્દ્રીય એજન્સીઓ સાથે શેર કર્યા.
12 May: પેપર લીકના વિવાદો વચ્ચે NTA એ પરીક્ષા રદ કરીને 21 June ના રોજ રી-એક્ઝામની જાહેરાત કરી.
CBI ની દેશવ્યાપી કાર્યવાહી: 13 ની ધરપકડ
શિક્ષણ મંત્રાલયની લેખિત ફરિયાદના આધારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ આ મામલે ગુનો નોંધીને તપાસ તેજ કરી છે. સીબીઆઈની સ્પેશિયલ ટીમોએ દેશભરમાં દરોડા પાડીને અત્યાર સુધીમાં દિલ્હી, જયપુર, ગુરુગ્રામ, નાસિક, પુણે, લાતૂર અને અહલ્યાનગરથી કુલ 13 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. તપાસ એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે પેપર લીક કરવાના મુખ્ય સોર્સ (ઉદ્ગમ સ્થાન) ની ભાળ મેળવી લેવામાં આવી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે.
આ પણ વાંચો: તમે કંઈ શીખ્યા જ નથી”, NEET પેપર લીક મુદ્દે સુપ્રીમ કોર્ટનો NTA પર આક્રોશ
આ પણ વાંચો: Telegram પર ‘Re-NEET 2026’ પેપર લીકના નામે મહાકૌભાંડ
આ પણ વાંચો: NEET પેપર લીકમાં કોચિંગ સેન્ટરના સ્થાપકની ધરપકડ
