Surat News: અમરેલીના (Amreli) લેટર કાંડમાં (Letter) પોલીસ દ્વારા પાટીદાર સમાજની અવિવાહિત દીકરીના સરઘસ કાઢવા મામલાના પડઘા સુરતમાં પડ્યા છે. સરથાણામાં પાટીદાર સ્ત્રીઓએ અસ્મિતાની લડાઈ સૂત્ર અંતર્ગત મિટિંગ યોજી હતી. આજે આ મામલે રણનીતિ ઘડશે તેમ જાણવા મળ્યું છે.
ગઈકાલે સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ ફાર્મ પર મિટિંગ યોજવામાં આવ્યાનું આયોજન હતું, પરંતુ થોડા જ કલાકમાં 500ી વધુનું ટોળું જમા થઈ જતાં ફાર્મ માલિકે સરકારના દબાણવશ થઈ લોકોને બહાર કાઢ્યા હતા. તેમ છતાં પાટીદાર મહિલાઓએ ફાર્મની બહાર મિટિંગ યોજી હતી અને આજે શુક્રવારે રણનીતિ બનાવી દીકરીને ન્યાય અપાવવા લડાઈ લડશે, તેમ માહિત મળી છે.

આ વિવાદમાં આંતરરાષ્ટ્રીય કૃમિ સેના દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે, સરઘસ કાઢનાર સામે પણ કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. એક બાજુ બંધારણની વાતો વચ્ચે બંધારણનો ભંગ કરી રહ્યાં છે. પોલીસ સામે કાર્યવાહી માગ સાથે કલેકટરને રજૂઆત કરવામાં આવી છે. જેમાં દોષી સામે કાયદેયસર કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.
આ દરમ્યાન રાજકીય આગેવાનો તેમજ પાટીદાર સમાજના આગેવાનો મહિલાને જેલમાંથી મુક્ત કરાવવાના પ્રયત્નો કરી રહ્યા છે, અને પોલીસ ફરિયાદમાંથી તેણીના નામને દૂર કરવાની વાત પણ કરવામાં આવી રહી છે. આ ઘટનાએ અમરેલી અને સમગ્ર ગુજરાતમાં રાજકીય અને સામાજિક મંચ પર ચિંતાઓ અને ચર્ચાઓનો વિવાદ ઉભો કર્યો છે.
આ પણ વાંચો: અમરેલી : બનાવટી લેટરકાંડ મુદ્દે રાજનીતિ ગરમાઇ
આ પણ વાંચો: અમરેલીમાં બગસરા પાલિકા સામે ચેમ્બર ઓફ કોમર્સ મેદાનમાં 31મીએ બંધ
આ પણ વાંચો: પાટીદાર દીકરીના સરઘસ મામલે રાજકારણ ગરમાયું, સમાજના આગેવાનો થયા એકઠા
