રાજકોટમાં કોરોના કાળ બનીને ત્રાટક્યો હોવાની વિગતો વિદિત છે. સામે આવતા રોજીંદા આંકડા પ્રમાણે રાજકોટમાં એક જ દિવસમાં એક સાથે 7 દર્દીનાં મૃત્યુ નીપજ્યાનું નોંધવામાં આવી રહ્યું છે. એક સાથે સાત લોકોના મોતને કારણે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં લોકો ફફડી ઉઠ્યા હોવાનુ સામે આવી રહ્યું છે. મરણ જનાર સાત લોકોમાં સિવિલ હોસ્પિટલમાં 6 દર્દીનાં મોત નીજપ્યા હતા, તો એક દર્દીનું ખાનગી દવાખાનામાં મોત નીપજ્યું હતું. ગુજરાત સહિત દેશમાં કોરોનાનાં કારણે મોત નો દર ઘટી રહ્યો હોવાનાં દેવા અને કોરોનાનાં કારણે મોતનાં સરકાર દ્વારા આપવામાં આવતા રોજીંદા આંકડામાં વિવાદ વચ્ચે વધતા જતા કોરોનાનાં કારણે મોતથી લોકોમાં નવા જ પ્રકારનો ભય જોવામાં આવી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
