દેશમાં સૌ પ્રથમ વખત કોરોનાનું સંક્રમણ ટાળવા અને કોરોનાને ફેલાતો અટકાવવા માટે અલ્ટ્રાવાયોલેટ કિરણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જી હા, દેશમાં સૌ પ્રથમ વખત કરવામાં આવી રહેલો નવતર પ્રયોગ અમદાવાદમાં કરવામાં આવી રહ્યો છે. અમદાવાદના રેલવે સ્ટેશન પર હવે લોકોનો સામાન સેનેટાઇઝ કરવા માટે લજેગ સેનેટાઇઝ-રેપિંગ મશીન લાવવામા આવ્યુ છે. આ લજેગ સેનેટાઇઝ-રેપિંગ મશીનની ખાસિયત એ છે કે તે લગેજને કેમિક્લસ વડે નહી, પરંતુ અત્યાંત મોર્ડન અને હાઇઝીનીક રીતે સેનેટાઇઝ કરશે. જી હા, લજેગ સેનેટાઇઝ-રેપિંગ મશીનમાં કેમિક્લસની જગ્યાએ લગેજ સેનેટાઇઝ માટે અલ્ટ્રાવાયોલેટ કિરણોનો ઉપયોગ કરવામાં આવે છે.
દેશમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે અને ગુજરાતમાં કોરોનાનુ સંક્રમણ અત્યંત ઝડપથી આગળ વઘી રહ્યું છે ત્યારે હવે અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરોને ફ્રી માં સેનેટાઇઝ કરવામાં આવે છે, પરંતુ મુસાફરોએ પોતાનાં માલ સામાનને સેનેટાઇઝ કરાવવા માટે પૈસા ચૂકવવા પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
