USA News/ કેલિફોર્નિયામાં છત સાથે અથડાતાં વિમાન ક્રેશ, 2નાં મોત, 18 ઘાયલ

આ અકસ્માતમાં 100થી વધુ લોકોને બચાવી લેવાયા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

Top Stories World Breaking News

USA News: સાઉથ કોરિયા અને કઝાકિસ્તાન બાદ હવે કેલિફોર્નિયામાં (California) પણ વિમાન ક્રેશ (Plane Crash) થયું છે. આ અકસ્માત એક મોટા વેરહાઉસની છત પર થયો હતો. આ વિમાન દુર્ઘટનામાં 2નાં મોત થયાં છે. જ્યારે 18 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતમાં 100થી વધુ લોકોને બચાવી લેવાયા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના કેલિફોર્નિયાના ફુલર્ટન એરપોર્ટ પાસે થઈ હતી. અહીં એક નાનું વિમાન મોટા વેરહાઉસની છત સાથે અથડાયું હતું. પ્રારંભિક અહેવાલો દર્શાવે છે કે અકસ્માતમાં 2 વ્યક્તિનું મૃત્યુ થયું છે અને 18 ઘાયલ થયા છે. વેરહાઉસની અંદર હાજર 100 થી વધુ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પહેલા ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં દક્ષિણ કોરિયાના મુઆન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. વિમાનમાં સવાર 181 લોકોમાંથી માત્ર 2 લોકો જ આ અકસ્માતમાં બચી શક્યા. બાકીના 179 લોકો માર્યા ગયા હતા. મળતી માહિતી મુજબ, આ વિમાન લેન્ડિંગ દરમિયાન પક્ષી સાથે અથડાયા બાદ એરપોર્ટ પર ક્રેશ થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે લેન્ડિંગ દરમિયાન તેનું ગિયર ખુલ્યું ન હતું, જેના કારણે આ દુર્ઘટના થઈ હતી. આ પહેલા કઝાકિસ્તાનમાં એક અઝરબૈજાની વિમાન ક્રેશ થયું હતું. બાદમાં જાણવા મળ્યું કે રશિયાએ તેને ભૂલથી તોડી પાડ્યું હતું. આ દુર્ઘટનામાં 38 થી વધુ લોકોના મોત પણ થયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સાઉથ કોરિયામાં 181 મુસાફરોને લઈ જતું વિમાન ક્રેશ, 179 લોકોના મોત

આ પણ વાંચો:વધુ એક વિમાન દુર્ઘટના, કેનેડામાં થયું પ્લેન ક્રેશ

આ પણ વાંચો:ચીન તાઈવાન કબ્જે કરવા નીકળી પડ્યું… યુદ્ધ જહાજો અને લશ્કરી વિમાન તૈનાત