ભારતીય જનતા પાર્ટીનાં સાંસદ પ્રજ્ઞા ઠાકુરને કેન્દ્રની મોદી સરકાર દ્વારા સંરક્ષણ મંત્રાલયની સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ કમેટીમાં પ્રજ્ઞા ઠાકુર સહિત કુલ 21 લોકોનાં નામ છે. જણાવી દઈએ કે પ્રજ્ઞા ઠાકુર માલેગાંવ બોમ્બ બ્લાસ્ટની આરોપી છે. આ સમિતિમાં ઠાકુર ઉપરાંત ફારૂક અબ્દુલ્લા નેશનલ કોન્ફરન્સનાં વડા પણ છે. પ્રજ્ઞા ઠાકુરને કમેટીમાં સ્થાન અપાવવા માટે કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્રની મોદી સરકાર પર પ્રહારો કર્યા છે. કોંગ્રેસે આ નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે.
કોંગ્રેસ પાર્ટીએ પ્રજ્ઞાનો કમેટીમાં સમાવેશ દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે. કમલનાથ સરકારનાં મંત્રી પી.સી. શર્માએ આની નિંદા કરતા કહ્યું છે કે, ભાજપનાં કથની અને કરનીમાં ફરક છે. તેમણે કહ્યું કે વડા પ્રધાને કહ્યું હતું કે તેઓ તેમના પર કાર્યવાહી કરશે, પરંતુ આ બન્યું નહીં. અધ્યક્ષ રાજનાથ સિંહ સિવાય કમેટીમાં એ.રાજા, સુપ્રિયા સુલે, મીનાક્ષી લેખી, રાકેશ સિંહ, શરદ પવાર, જેપી નડ્ડા વગેરે સભ્યોનો સમાવેશ થાય છે, જો આપણે પ્રજ્ઞા ઠાકુરની વાત કરીએ તો તે ભોપાલથી ભાજપની સાંસદ છે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં તેમણે કોંગ્રેસનાં દિગ્ગજ દિગ્વિજય સિંહ પર મોટો વિજય મેળવ્યો હતો. તે ચૂંટણી દરમિયાન પોતાના નિવેદનોને લઇને ખૂબ ચર્ચામાં રહી હતી.
પ્રજ્ઞા સિંહ ઠાકુરને લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર બનાવવામાં આવ્યા ત્યારથી તે ચર્ચામાં છે. રાષ્ટ્રપિતાનાં હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત કહેવું હોય કે, વિપક્ષનાં નેતાઓ ઉપર ‘મારક શક્તિ’ નો ઉપયોગ કરવા અંગેનુ નિવેદન હોય, પ્રજ્ઞા ઠાકુર ઘણી વખત વિવાદોમાં રહી ચૂક્યા છે. દરેક વખતે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના નિવેદનની સ્પષ્ટતા કરવામાં આવે છે અને તેમને ચેતવણી પણ આપવામાં આવે છે. આ સિવાય તેમણે હેમંત કરકરે વિશે પણ વિવાદિત નિવેદન આપ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
