New Delhi/ લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવનાર દીપ સિદ્ધુ પર 1 લાખનાં ઈનામની ઘોષણા

પ્રજાસત્તાક દિન પર યોજાયેલી હિંસક ટ્રેક્ટર રેલીમાં લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવનારા દીપ સિદ્ધુ પર હવે 1 લાખનું ઇનામ રાખવામાં આવ્યું છે.

India

પ્રજાસત્તાક દિન પર યોજાયેલી હિંસક ટ્રેક્ટર રેલીમાં લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવનારા દીપ સિદ્ધુ પર હવે 1 લાખનું ઈનામ રાખવામાં આવ્યું છે. હાલમાં સિદ્ધુ ફરાર છે અને દિલ્હી પોલીસે તેના પર 1 લાખનું ઇનામ જાહેર કર્યું છે. ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી ભીષણ હિંસા બાદ લાલ કિલ્લા પર જઈને તેણે નિશન સાહેબનો ધ્વજ લહેરાવ્યો હતો.

લાલ કિલ્લા પર, શીખોનાં પવિત્ર ધ્વજ નિશાન સાહેબ લહેરાવવામાં દીપ સિધ્ધુનું નામ બહાર આવ્યું હતું. સિદ્ધુ એક પંજાબી અભિનેતા અને ગાયક છે. આ હિંસાનાં એક દિવસ પછી જ પોલીસે દીપ સિદ્ધુ પર ઉશ્કેરણીજનક ભાષણો આપવા અને ઉપદ્રવને ફેલાવવા માટે એફઆઈઆર કરી હતી. દીપ સિદ્ધુ પંજાબમાં જાણીતું નામ છે. પરંતુ રાજ્યનાં બહારનાં લોકોએ તેમને ગયા વર્ષે નવેમ્બરમાં ઓળખ્યા. તે સમયે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં સિદ્ધુ સિંઘુ સરહદ પર ખેડૂતો સાથે ઉભો હતો.

વીડિયોમાં તે પોલીસ અધિકારી સાથે અંગ્રેજીમાં વાત કરતા જોવા મળ્યો હતો. વીડિયો શરૂઆતમાં ‘અંગ્રેજી બોલતા ખેડૂત’ તરીકે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પાછળથી બહાર આવ્યું કે દીપ એ પંજાબી ફિલ્મોનું જાણીતું નામ છે. તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. આ મામલે જ્યારે સિદ્ધુનું નામ છપાયું, ત્યારે તેઓ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ જોડાયેલા હોવાનુ બહાર આવ્યુ. સિદ્ધુ પર ભાજપ અને આરએસએસનાં એજન્ડાને આગળ વધારવાનો પણ આરોપ છે. ગુરુદાસપુરમાં 2019 ની લોકસભાની ચૂંટણીમાં સિદ્ધુએ સની દેઓલ માટે તેણે ભારે પ્રચાર કર્યો હતો. જોકે, મંગળવારે દીપનો વીડિયો વાયરલ થતાં સની દેઓલે સિદ્ધુથી પોતાને દૂર કરી દીધા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…